રાજીવનગર વિસ્તારમાં આડેધડ ખોદકામને કારણે બબ્બે વર્ષથી લોકો વેઠી રહ્યા છે પરેશાની

  • April 28, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભુગર્ભગટર અને ગેસની પાઇપલાઇનના ખોદકામબાદ રોડ સમથળ કરવામાં આવતા  નહી હોવાના લીધે આ વિસ્તારના લોકો ખુબજ પરેશાની વેઠી રહ્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ જ કાર્યવાહી થઇ નથી તેથી લોકઆક્રોશ વધ્યો છે.પોરબંદર છાયા નગરપાલિકામાં આવેલ રાજીવનગરમાં બે વર્ષથી ભુગર્ભ ગટરનું કામ ચાલુ છે. તેમાં બાલ કાપીને ટકો કરવાનું કામ થાય છે. એક વર્ષ પહેલા પાઇપ નાખી હવે મોટી કુંડી નખાય છે. પછી નાની કુંડી નખાશે આમ, બે વર્ષમાં ત્રણ વાર જમીન ખોદાશે. આમાં પ્રજાના ટેકના પૈસાને રાજીવનગરની પ્રજાને બે વર્ષથી બાનમાં રાખી દીધેલ છે. રાજીવનગરમાં ૩૦ મકાન વેચાઉ છે પણ કોઇ ખરીદવા તૈયાર નથી. રાત્રે ૧૦૮ બોલાવીએ તો છેલ્લી ત્રણ ગલીમાં ૧૦૮ ન આવી શકે આવું કામ થાય છે. અધૂરામાં પૂરુ ગેસવાળા લાઇન નાખે છે. જે પોરબંદર સીલીન્ડર કરતા ૧૦૦ થી ૧૫૦ ‚ા. મીનીમમ વધુ ભરવા પડશે. ગયા ચોમાસે  પાણી ભરાવાથી નુકશાન થયેલ છે.  આ વખતે ચોમાસાને એકથી દોઢ મહિનો બાકી છે. ત્યારે આડેધડ રસ્તા  નોદીને તેમાંથી નીકળેલ પથ્થર, માટી, ખાલી પ્લોટમાં રાખી દીધેલ છે. તે ઉપાડતા નથી.  હવે આ વર્ષે ચોમાસામાં પાણી ભરાશે. રસ્તા નહી બને તો પ્રજા પડશે, આખડશે, જાનહાની કે શરીરને ભાંગતૂટ થશે તેની  જવાબદારી સરકર, મ્યુનિસિપાલીટી, કલેકટર, ગુજરાતના મુખ્યમંત્રીની કે ભારત  સરકારની કોની? સ્પષ્ટતા કરશો. તેમ જણાવીને સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ સાથે વધુ એક વખત રજૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application