જૂનાગઢમાં મતદારોના અકળ મૌની આગેવાનો પરસેવે રેબઝેબ

  • May 04, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણીના મતદાનને માત્ર અઢી દિવસ બાકી રહ્યા છે ગરમીના પારા વચ્ચે દિવસે ટાઢોડું અને રાત્રે વિવિધ વિસ્તારોમાં ભજીયા, પાઉભાજી પાર્ટીમાં લોકો ઉમટી રહ્યા છે પરંતુ આ વખતે મતદારોનું મન પારખવા રાજકીય પક્ષોને પરસેવો વળ્યો છે. તેી મતદારોની અકળતાી આગેવાનો કાર્યકરોમાં પણ દોડધામ વધી છે. બપોરની ગરમી બાદ રાત્રે વિસ્તારોમાં તી બેઠકોમાં લોકો મગનું નામ મરી પાડતા ન હોવાી મતદારોને રિઝવવા આગેવાનો પરસેવો પાડી રહ્યા છે. હવે અંતિમ દિવસોમાં રાજકીય પક્ષો સમાજ અને જ્ઞાતિઓને રિઝવવા બેઠકોનો ધમધમાટ કરશે પરંતુ અંતિમ ઘડીનો પ્રચાર કોને ફળશે અને કોને નડશે તે તો ૪ જૂને મત પેટી ખુલયા બાદ ખ્યાલ આવશે. 

ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીમાં ત્રીજા તબક્કામાં મતદાન અંતર્ગત હવે મંગળવારે મતદાનનો દિવસ છે ત્યારે ઉમેદવારો તા રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર માટે દિવસ રાત દોડધામ કરતા જોવા મળે છે.ચોપાનિયા, હોર્ડિંગ્સ ,બેનર, સોશિયલ મીડિયામાં બેફામ પ્રચાર ઈ રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં તી સભાઓમાં લોકો માટે ભજીયા પાઉભાજી, પાણીપુરી, પૂરી, શાકી લઈ અવનવી વાનગીઓ દરરોજ પીરસવામાં આવી રહી છે. 

 છે. સભા સાંભળવા જેટલા લોકો હોય છે તેનાી વધુ સંખ્યામાં ભોજન માટે કતારો જોવા મળે છે.વિવિધ કાર્યો કરવાના વાયદાઓ અને પ્રલોભનો ની વણઝારો સાંભળવા મળે છે પરંતુ લોકો પોતાનું મન કળવા દેતા ની જેી રાજકીય પક્ષોમાં પણ મતદારોને રીઝવવા છેલ્લ ી ઘડીએ પણ દોડધામ ઈ રહી છે.ડબિંગ કરેલ કેસેટો અને અગાઉી જ ગોખેલી સ્ક્રીપ્ટ વાળા ભાષણ સાંભળતા મતદારો ’મગનું નામ મરી’ પાડતા ન હોવાી પક્ષોમાં પણ અવઢવ જેવી સ્થિતિ સર્જાઈ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application