કાલાવડના પ્રોહીબીશનના ગુનામાં બે વર્ષથી ફરાર શખ્સને તથા વિરમગામના ગુનામાં નાસતા ફરતા આરોપીને કાલાવડ ટાઉન પોલીસે પકડી પાડયા હતા.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાએ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ જે અંગે કાલાવડ ટાઉન પીઆઇ એન.બી. ડાભીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ જે.એસ. ગોવાણી, પો.કોન્સ. રણજીતસિંહ જાડેજા, સંજયભાઇ બાલીયા, પો.કોન્સ. હાર્દિકપરી ગોસાઇ, જે.એચ. પાગડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનની કલમ 65(એ)ઇ, 116(બી, 98(2), 81 મુજબના કામે અંગ્રેજી દાની 92 બોટલ કિ. 46 હજારનો મુદામાલ પુરો પાડનાર નાસતો ફરતો આરોપી ગૌતમ જીવરાજ ધુડા રહે. યોગીનગર સોસાયટી, જુનાગઢવાળાને કાલાવડ બસ સ્ટેશન પાસે રોડ પરથી ચોકકસ હકીકત આધારે પકડી પાડી પુછપરછ કરતા ઉપરોકત ગુનાની કબુલાત કરતા ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ રલ વિરમગામ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના તથા એમવીએકટ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી કાલાવડના પંજેતરનગરમાં રહેતા અવેશ ઉર્ફે ભાણો અસલમ પતાણી નામના શખ્સને પંજેતરનગરના પુલ પાસેથી ચોકકસ બાતમીના આધારે પકડી પાડયો છે અને આગળની કાર્યવાહી માટે વિરમગામ પોલીસને જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech