પોરબંદર શહેર અને જિલ્લામાં દા બરડા ડુંગરમાંથી પહોંચે છે અને વનવિભાગની બેદરકારીને કારણે બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે રાણાવાવ પોલીસે દરોડો પાડીને બરડા ડુંગરમાં બે ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો તથા એક લાખ પિયાનો મુદ્ામાલ કબ્જે થયો હતો.તે ઉપરાંત હાજર નહી મળી આવેલા બંને બુટલેગરોની શોધખોળ પોલીસે હાથ ધરી છે અને જિલ્લામાં અન્ય અનેક જગ્યાએથી દાના ધંધાર્થીઓ સામે પગલા લેવાયાનુ જાણવા મળ્યુ છે.
બરડામાં બે ભઠ્ઠીનો નાશ
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન, જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હય જે અનુસંધાને પોરબંદરગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ધૃવલ સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા તથા રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસો બરડા ડુંગર જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇને સંયુકત હકીકત આધારે બરડા ડુંગર વીજફાડીયાનેશની ઉતરે અડધો કિ.મી. દૂર હકીકતવાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા ચના હદા કટારા રહે. વીજ ફાડીયાનેશ તા. રાણાવાવવાળાની દેશી દાની ભઠ્ઠી તથા વીજફાડીયાનેશ પશ્ર્ચિમે આશરે એક મીટર દૂર હકીકતવાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા લખમણ નારણભાઇ કોડીયાતર રહે. વીજફાડીયાનેશ, તા. રાણાવાવવાળાની દેશી દાની ભઠ્ઠી તથા દાનો જથ્થો મળી આવેલ. મજકુર બન્ને ઇસમો વિધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના અલગ-અલગ ગુન્હા રજીસ્ટર કરાવેલ છે. ચના હદાભાઇ કટારા હાજર મળી આવેલ નહી તેમની ભઠ્ઠીમાંથી ૧૨૦૦ લીટર આથો તથા ભઠ્ઠીન સાધનો મળી કુલ ા. ૩૫,૯૫૦નો મુદ્ામાલ મળી આવેલ. તથા લખમણ નારણભાઇ કોડીયાતર હાજર મળી આવેલ નહી તેમની ભઠ્ઠીમાંથી આથો ૬૦૦ લીટર તથા દેશી દા ૧૮૦ લીટર તથા બાકીના સાધનો મળી કુલ કિ. ા. ૫૬,૧૦૦નો મુદ્ામાલ મળી આવેલ હતો. આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ સામતભાઇ, પોલીસ કોન્સ્ટેબલ સરમણ દેવાયતભાઇ, સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ દ્વારા કરવામાં આવી હતી.
દાના અન્ય દરોડા
રાણાવાવની આસોપાલવ સોસાયટીમાં રહેતા છગન લખુ દાવદ્રા નામના ૬૨ વર્ષના વૃધ્ધના કબ્જામાંથી ૪૦૦ ા.નો દા અને ૩૨૫ ા.નો આથો સહિત ૮૨૫નો મુદ્ામાલ મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. રાણાવાવની મારવાડી કોલોનીમાં રહેતા સુજારામ કાના રાઠોડને ૨૦૦ ા.ના દા સાથે આદિત્યાણા બાયપાસ પરથી પકડી લેવાયો હતો.ઓડદર ગામે હોટલ પાસે રહેતો ભરત પોપટ ઓડેદરા હાજર મળી આવ્યો ન હતો પણ પોલીસે તેના મકાનમાંથી ૬૦૦ ાનો દા કબ્જે કરી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech