શહેરમાં નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર અટલ સરોવર આસપાસનો વિસ્તાર રીલ બનાવવા માટેનું ફેવરિટ સ્પોટ બની ચૂકયો હોય તેમ અવારનવાર રીલ બનાવવા અંગેના વિડીયો વાયરલ થતા રહે છે. ત્યારે ગઇકાલે વધુ એક આવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક શખસ અહીં રોડ પર બુલેટ રાખી પેટ્રોલ છાંટી ૨૧ નો સિમ્બોલ દર્શાવી રહ્યો અને ૨૧ માં જન્મદિવસની ઉજવણી કરતો હોય તેવું નજરે પડતુ હતું. વાયરલ થયેલા આ વીડિયોને લઇ યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ વીડિયોમાં દેખાતા આ શખસને ઝડપ લીધો હતો.હનુમાનમઢી પાસે શિવપરામાં રહેતો આ શખસ ફોટોગ્રાફર હોય તેણે જન્મદિવસની આ રીતે ઉજવણી કરી હતી.જોકે પોલીસે તેને કાયદાની અસલ તસવીર બતાવી હવે ફરી આવુ કૃત્ય કયારેય નહીં કરે તેવો વીડિયો જારી કર્યેા હતો. જોકે પોલીસે રોડ નુકસાનીનો ગુનો નોંધ્યો ન હતો. ગઇકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં શહેરના નવા ૧૫૦ પર રીંગરોડ અટલ સરોવર પાસેની કોઈ જગ્યાએ અહીં રોડ પર એક બાઈક ચાલક ફિલ્મી સ્ટાઇલમાં અહીં રોડ પર પોતાનું બાઈક ઉભું રાખી તો રોડ પર ૨૧ લખી તેના પર પેટ્રોલ છાંટી સીનસપાટા કરતો હોય તેવું આ વીડિયોમાં નજરે પડી રહ્યું છે. નબીરાએ આ પ્રકારે અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હોય તેવું આ વિડિયો પરથી જણાઈ રહ્યું છે.વાયરલ થયેલા આ વીડિયોને યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથી ધરી વીડિયોમાં દેખાતા આ શખસ જીત રવિભાઇ રાઠોડ(ઉ.વ ૨૧ રહે.હનુમાનમઢી શીવપરા શેરી નં.૩) ને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે જણાવ્યું હતું આ શખસ ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હોય તેણે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવા આ કૃત્ય કયુ હતું. હવે કયારેય આવું કૃત્ય નહીં કરે તેવો આ શખસનો વીડિયો પણ પોલીસે જાહેર કર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech