પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન પર ડિવિઝનલ કચેરી ખાતે ડિવિઝનલ રેલવે ક્ધઝ્યુમર ક્ધસલ્ટેટિવ કમિટી (ઉછઞઈઈ) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મીટીંગની શરૂઆતમાં કમિટીના સેક્રેટરી અને સીનીયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ મીટીંગમાં ઉપસ્થિત તમામ સભ્યોને આવકાર્યા હતા અને અમૃત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવતા સ્ટેશનો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ પોતપોતાના વિસ્તારોને લગતી પેસેન્જર સુવિધાઓ વધારવા અને રેલવેને લગતી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવા અંગે હકારાત્મક ચર્ચા કરી હતી.
કમિટીના ચેરમેન અને ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે ભાવનગર ડીવીઝનમાં ચાલી રહેલી પ્રવૃતિઓની માહિતી આપી હતી. તેમણે સભ્યોને ખાતરી આપી હતી કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ એ ભાવનગર મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, આ માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમની વાજબી માંગણીઓ ટૂંક સમયમાં મંડળ દ્વારા ઉકેલવામાં આવશે.
બેઠક દરમિયાન પાવર પ્રેઝન્ટેશન દ્વારા ભાવનગર ડિવિઝનની સિદ્ધિઓ અને મુસાફરોની સુવિધાઓ વિશે જાનકારી આપવામાં આવી હતી. આ દરમિયાન સમિતિના સભ્યો દ્વારા પોતપોતાના વિસ્તારની રેલવે સમસ્યાઓના નિરાકરણ, નવી ટ્રેનો દોડાવવા વગેરે જેવા પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને ડિવિઝનના સ્ટેશનો પર મુસાફરોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાના મૂલ્યવાન સૂચનો કરવામાં આવ્યા હતા.
ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે તેમની વ્યાજબી માંગણીઓ પર ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ આયોજિત બેઠકમાં અનીશ એન. રાછ (વેરાવળ), ધર્મેન્દ્ર પી.વડોદરિયા (બોટાદ), જયંતિભાઈ એસ. રામોલીયા (જેતપુર), પ્રવિણસિંહ બી. ઝાલા (સુરેન્દ્રનગર), મહેન્દ્ર શાહ (ભાવનગર), ઉપેન્દ્રભાઈ જાની (ભાવનગર) અને કિશોરકુમાર ચનાલાલ પોંકિયા (જૂનાગઢ) ઉપસ્થિત રહ્યા હતા.
મીટીંગના અંતે સિનિયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ મીટીંગમાં હાજરી આપવા અને મૂલ્યવાન સૂચનો આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા સહિત ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech