શનિવારથી શરૂ થશે પ્રિ–મોનસૂન એકટિવિટી: દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં માવઠાની શકયતા

  • May 09, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરબી સમુદ્ર પર સર્જાયેલું અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરતું સાયકલોની સકર્યુલેશન વધુ પ્રભાવક બન્યું છે અને તારીખ ૧૧ ને શનિવારથી પ્રિમોન્સૂન એકિટવિટી શ થવાની સંભાવના હવામાન ખાતાની દર્શાવી છે. સાયકલોનીક સકર્યુલેશન ના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. તો રાયના તમામ વિસ્તારોમાં ગરમી નું જોર યથાવત છે. આ બંને પરિસ્થિતિના કારણે તારીખ ૧૧ ના રોજ ડાંગ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રવિ– સોમવારે ડાંગ ઉપરાંત છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી વલસાડ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદની શકયતા છે. આજે સવારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજના પ્રમાણની વાત કરીએ તો દ્રારકા ઓખા પોરબંદર નલિયા કંડલા સહિતના વિસ્તારોમાં ૮૦ થી ૮૫ ટકા ભેજ નોંધાયો છે. ગરમીનું પ્રમાણ ૪૦ ડિગ્રી આસપાસ રહેવા પામ્યું છે.

પ્રિ મોનસુન એકિટવિટીના ભાગપે વરસાદ થશે તો ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદની શકયતા હવામાન ખાતા એ વ્યકત કરી છે. માવઠાને કારણે ગરમીને બ્રેક લાગશે અને બફારાનું પ્રમાણ વધી જશે.વાતાવરણમાં ફેરફારની પ્રક્રિયા આમ તો છેલ્લા બે દિવસથી જોવા મળે છે. મતદાનના દિવસે વીંછિયા અને જસદણ વિસ્તારમાં તોફાની પવન સાથે માવઠું થયું હતું ત્યારપછી તા.૮ના રોજ પણ આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટાં પડયા હતાં, પરંતુ આજથી સિસ્ટમ વધુ પ્રભાવશાળી બની છે અને શનિવારથી દક્ષિણ તથા ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પ્રિ–મોનસૂન એકિટવિટી અને તેના પગલે માવઠાની આગાહી કરવામાં આવી છે. દેશમાં નેઋત્યનું ચોમાસુ જુન માસના પ્રથમ સાહમાં બેસી જતું હોય છે અને તે પૂર્વે ગુજરાત ઉપરાંત દેશના અનેક રાયોમાં પ્રિ–મોનસૂન એકિટવિટીનો માહોલ જોવા મળે છે. આ સમયગાળામાં ગરમી ઘટશે પરંતુ બફારો અકળાવનારો બની રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application