કોઠારીયામાં આવેલી રેવન્યુ સર્વે નંબર ૧૬૩ ની અંદાજે પિયા ૫૦ કરોડની કિંમતની સોળ હજાર ચોરસ મીટર જમીનમાં વ્યાપક પ્રમાણમાં થયેલા દબાણ દૂર કરવા માટે અવારનવાર નોટિસ આપવા છતાં તેનો કોઈ પ્રતિસાદ ન મળતા આજે રાજકોટ તાલુકા મામલતદાર કાર્તિક મકવાણા અને તેની ટીમ દ્રારા આ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આજીડેમ પોલીસ મથકના સ્ટાફ, બે બુલડોઝર, મજૂરો વગેરેની ટીમને સાથે રાખી તાલુકા મામલતદાર કાર્તિક મકવાણા ઉપરાંત નાયબ મામલતદાર રઘુવીરસિંહ વાઘેલા, સર્કલ ઓફિસર કથીરિયા, કોઠારીયાના તલાટી કલ્પનાબેન ગોર સહિતની ટીમ આજે કોઠારીયા રોડ પર પહોંચી હતી અને કોઠારીયા રેવન્યુ સર્વે નંબર ૧૬૩ મા સ્વાતિ પાર્ક મેઇન રોડ પરના ૪૦ થી ૫૦ જેટલા મકાનો વંડા ગોડાઉન ગેરેજ ઢોરવાડા સહિતના બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
કોઠારીયા રોડ પરનું આ દબાણ દૂર કરવા માટે યારે સરકારી અધિકારીઓ બુલડોઝર લઈને પહોંચ્યા ત્યારે લોકોના ટોળા એકત્ર થયા હતા પરંતુ પૂરતો પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી હતી. રેવન્યુ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ દબાણ દૂર કરવા માટે રેવન્યુ કાયદાની કલમ ૨૦૨ મુજબ નોટિસ આપીને દબાણકર્તાઓને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરાતા આજે તે તોડી પાડવામાં આવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગઈકાલે વાવડીમાં આવેલી સરકારી જમીન પરના દબાણો દૂર કરીને ૫૦ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી આજે બીજા દિવસે કોઠારીયા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને વધુ ૫૦ કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે. બે દિવસમાં ૧૦૦ કરોડની જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી થતા તાલુકા મામલતદાર અને તેની ટીમ પર અભિનંદન વરસી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech