ગઇકાલે છ રેકડી, છ કેબીન તેમજ મંડપ, પથારા, ખુરશી, ટેબલ સહિતનો માલ સામાન એસ્ટેટ શાખાએ કબજે કર્યો: બે ત્રણ દિવસ આ વિસ્તારમાં ઝુંબેશ ચાલશે
જામનગર શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી શહેરને ચોખ્ખુ ચણાક બનાવવા કોર્પોરેશને અભિગમ હાથ ધર્યો છે ત્યારે રસ્તાને અવરોધ પ બિલાડીના ટોપાની જેમ ફુલી નીકળેલા ગેરકાયદેસર દબાણોને હટાવવા એસ્ટેટ શાખાએ ઝુંબેશ શ કરી છે. ગઇકાલે રણજીતસાગર અને સાધના કોલોની રોડ ઉપર ઝુંબેશ કરાયા બાદ આજે પણ સવારથી આ જ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ શ થઇ છે.
એસ્ટેટ શાખાના મુખ્ય અધિકારી મુકેશ વરણવા, અણવર ગજજણ, મુકેશ ગોસાઇ, હરેશ વાણીયા, નીતીનભાઇ, સહિતના અધિકારીઓની ટીમે ગઇકાલે ૬ રેકડી, છ કેબીન, અસંખ્ય રેકડીઓ, અસંખ્ય પથારાઓ, ટેબલ ખુરશી, રસના ચીચોડા, મંડપનો સામાન દુર કરવામાં આવ્યો હતો. પવનચકકીથી લાલપુર બાયપાસ રોડ પરથી ત્રીજી વખત આ દબાણ દુર કરાયા હતા. જાહેરમાં ઉભા રહીને ન્યુસન્સ ફેલાવતા અને ટ્રાફીકને અડચણપ થતા કેટલાક દબાણો આજ સવારથી હટાવવામાં આવ્યા છે અને ફરીથી રેકડી અને કેબીનો કબજે કરવામાં આવી છે. એસ્ટેટ શાખાના અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ બે ત્રણ દિવસ આ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલશે.