કાલથી બે દિવસ વડાપ્રધાન ગુજરાતમાં

  • April 30, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલઙ્ખી બે દિવસ ગુજરાત ના પ્રવાસે આવી રહયા છે આ પ્રવાસ દરમિયાન તેઓ છ જેટલી જાહેરસભાને સંબોધન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને આખરી ઓપ આપવામા આવી રહયો છે.પીએમ મોદી ગુજરાતમાં બે દિવસ રોકાશે આ દરમિયાન તેઓ વિવિધ વિસ્તારોમાં સભાઓ ગજવી મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરશે. તેઓ 1 લી મેના ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. તેમના આગમન પૂર્વે ગાંધીનગર સર્કિટ હાઉસનો હવાલો એસઓજીએ સંભાળી લીધો છે.

અત્રે નોંધવું જરૂરી છે કે આચાર સંહિતા હોવાના કારણે તેઓ રાજભવનમાં રોકાણ કરી શકતા નથી આ માટે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામા આવી છે સાથોસાથ વિવિધ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.આ 2 દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીની કુલ 6 સભાઓ યોજાશે. આ 6 સભાઓમાં કુલ 14 લોકસભા બેઠકોને આવરી લેવામાં આવશે. મહત્વનું છે કે, વડાપ્રધાનની સભાઓ એ રીતે ગોઠવવામાં આવી છે કે જેથી આસપાસની ત્રણ-ચાર લોકસભા બેઠકો આવરી લેવામાં આવી છે.

આવતીકાલે વડાપ્રધાન ડીસા એરોડ્રામ ખાતે ઉતરાણ કરશે ને ત્યાં પહેલી સભાને સંબોધન કરશે વડાપ્રધાન બનાસકાંઠા ઉપરાંત પાટણ લોકસભાના ભાજપ્ના ઉમેદવારો માટે પ્રચાર કરશે ત્યાંથી સાબરકાંઠા હિંમતનગર ખાતે સાંજે 5:30 વાગે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા વિજાપુર અમદાવાદ દહેગામ વિધાનસભા મત વિસ્તારને આવરી લેતી આ સભાને તેઓ સંબોધન કરશે.

તા.2 મે ના રોજ સવારે આણંદ ખાતે બપોરે સુરેન્દ્રનગરમાં રાજકોટ ભાવનગરને સુરેન્દ્રનગર લોકસભા બેઠક અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ્નો પ્રચાર કરશે. સુરેન્દ્રનગર થી વડાપ્રધાન જૂનાગઢમાં અમરેલી અને પોરબંદર તથા જુનાગઢ માટે જનસભા અને સંબોધન કરશે ત્યાંથી વડાપ્રધાન જામનગરમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ક્યાંય રોડ શોનું આયોજન કરાયું નથી .
ગુજરાતમાં પીએમ મોદીની સભાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. એક તરફ રુપાલા વિવાદના કારણે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે અને ક્ષત્રિયો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનીં હાંકલ કરવામા આવી છે ત્યારે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પીએ મોદીના આ પ્રવાસ પર સૌ કોઈની નજર છે તેમના પ્રવાસથી ક્ષત્રિયોના વિરોધ પર કેટલી અસર થશે તે હવે જોવું રહ્યું.


આ સમગ્ર કાર્યક્રમ ધ્યાનપૂર્વક જોતા એવું લાગી રહ્યું છે કે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ થી જાહેર સભા કરીને પ્રચારનો પ્રારંભ કરે તેવી વાત હતી પરંતુ ક્ષત્રિય આંદોલનના પગલે આ કાર્યક્રમમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજકોટ બેઠકની સભા વઢવાણ ખાતે યોજાશે.તેમની છેલ્લ ી સભા જામનગર ખાતે યોજાશે અને ત્યાંથી તેઓ સીધા દિલ્હી જવા રવાના થશે. ત્યારબાદ તેઓ છઠ્ઠી મેના રોજ રાત્રે ફરી ગુજરાત આવશે અને સાતમી એ તેઓ અમદાવાદ મતદાન કરશે.

તારીખ :- 01-05-2024
સભા સ્થળ :- ડીસા
લોકસભા વિસ્તાર :- બનાસકાંઠા અને પાટણ

તારીખ:- 01-05-2024
સભા સ્થળ :- હિંમતનગર
લોકસભા વિસ્તાર :- સાબરકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ઈસ્ટ

તારીખ :-02-05-2024
સભા સ્થળ :- આણંદ
લોકસભા વિસ્તાર:- આણંદ ખેડા

તારીખ :- 02-05-2024
સભા સ્થળ :- વઢવાણ
લોકસભા વિસ્તાર :- સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર

તારીખ :- 02-05-2024
સભા સ્થળ :- જૂનાગઢ
લોકસભા વિસ્તાર:- જૂનાગઢ પોરબંદર અમરેલી

તારીખ :- 02-05-2024
સભા સ્થળ :- જામનગર
લોકસભા વિસ્તાર :-જામનગર પોરબંદર

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણીના પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભાઓને સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગળવારે સાંજે 6.30 વાગે નરોડા ગામ ખાતે અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં વિજય સંકલ્પ સભા સંબોધનાર છે. શનિવારે અમિતભાઇએ પોરબંદર, ભરૂચ, પંચમહાલ લોકસભામાં પ્રચાર સભા સંબોધી હતી અને વડોદરા શહેરમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application