રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચે આજે નાણાકીય વર્ષના અંતિમ એવા માર્ચ મહિના ના છેલ્લા 28 દિવસની સૌથી વધુ રિકવરી કરી હતી. સવારથી બપોર સુધીમાં જ ૧.૧૨ કરોડની મિલકત વેરા વસુલાત કરી હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં-૭માં ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં-૫ ગજાનન કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સેકન્ડ ફલોર ઓફિસ નં-૨૧૧ સીલ, ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટને સીલ, વોર્ડ નં-૧૦માં કાલાવાડ રોડ પર આવેલ મંત્રા કોમપ્લેક્ષના ૧૨૨-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૨૩.૪૧ લાખ, વોર્ડ નં-૧૪માં ૮૦ ફુટ રોડ પર આવેલ ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૫૧,૨૭૩, વોર્ડ નં-૧૪માં મવડી રોડ પર આવેલ ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૪.૧૯ લાખ, મવડી રોડ પર આવેલ ૧ યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૭૬,૦૦૦, વોર્ડ નં-૧૫માં રામનગરમાં ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૪૭,૫૫૨, વોર્ડ નં-૧૮માં ગોંડલ રોડ પર આવેલ રામાણી કોમ્પ્લેક્ષમાં ૧-યુનિટ સીલ, ગોંડલ રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૧,૨૩૦, કોઠારીયા રોડ પર આવેલ ૧- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૨,૭૯૦, કોઠારીયા રોડ પર આવેલ ૧- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૬,૦૦૦, ઢેબર રોડ પર આવેલ ૧- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૦,૦૦૦ની રિકવરી કરવામાં આવી હતી. આગામી તા.૩૧ માર્ચ ૨૦૨૫ સુધી તમામ રજાના દિવસો સહિત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા-વસૂલાત શાખાની સઘન કામગીરી ચાલુ રાખવામા આવશે.આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, આસી.કમિશ્નર દિપેન ડોડિયા સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, એચ.જે.જાડેજા ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના માર્ગદર્શન હેઠળ વોર્ડ લેવલ સ્ટાફ દ્વારા કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech