રાજકોટ શહેર હાલ મચ્છર કોટ બની ગયું છે અને સમગ્ર શહેરમાં મચ્છરનો ભયંકર ઉપદ્રવ થયો છે ત્યારે જો એક પખવાડિયામાં ડોર ટુ ડોર ફોગિંગ ઝુંબેશ શ નહીં કરાય તો શહેર કોંગ્રેસ દ્રારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે.
વિશેષમાં આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરને સ્માર્ટ સિટીની વાતો કરનારા શાસકો રાજકોટમાં કહેવાતા સ્માર્ટ સિટીમાં મચ્છરોનુ આક્રમણ ખાળવામાં ના–કામિયાબ પુરવાર થયા છે. રાજકોટ મચ્છરકોટ બની ગયું છે. અગાઉ રાજકોટ શહેરને આજી નદીમાં રિવર ફ્રન્ટના સપનાઓ બતાવી હથેળીમાં ચાંદ બતાવ્યો હતો. પરંતુ ત્યાર પછી આજી રિવરફ્રન્ટના નામે અનેક બેઠકો થઈ અને લાખોના કન્સલ્ટન્સીના નામે પ્રજાના નાણાનો ધુમાડો થયો. અને હાલ નવા નાણાકીય વર્ષમાં આજી રિવરફ્રન્ટ ની યોજનાનો છેદ ઉડાડી દેવાયો છે. આજી નદી રિવરફ્રન્ટ ને બદલે અનેક વોર્ડમાંથી પસાર થતી આ નદી મચ્છરોનું ઉત્પાદન કેન્દ્ર બની છે.
આજી નદીમાં બેસુમાર ગંદકી અને ગાંડી વેલે યારે ભરડો લીધો છે ત્યારે આ વેલમાં અનેક ઝેરી જીવજંતુઓ અને મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી છે. જિલ્લા કલેકટર અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની કચેરીઓ વચ્ચે સંકલનના અભાવે બેડી ગામ અને રાજકોટ ના વોર્ડમાંથી પસાર થતી આ નદીમાં જે વેલ છે. તેની આજુબાજુમાં સાંજે મચ્છરોના ઝુંડ ઉડી રહ્યા હોય છે અને નદીની આસપાસ તેમજ શહેરમાં રહેતા પ્રજાજનો નું આરોગ્ય જોખમાય તે પ્રકારે મચ્છરોનો આક્રમણ વધી ગયું છે. આરોગ્ય તત્રં ૪૫ વર્ષ પહેલાંનું સેટઅપ છે પૂરતો સ્ટાફ ન હોય તો તાત્કાલિક ભરતી કરી અથવા જિલ્લા કલેકટર કચેરી અને મ્યુનિસિપલ કમિશનર કચેરી વચ્ચે સંકલન કરી આજી નદીની ગાંડી વેલ અને મચ્છરોના ઉત્પાદન કેન્દ્ર ને તાત્કાલિક હટાવવા બાબતે જો દાનત હોય તો તાત્કાલિક ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાકટ પધ્ધતિથી પણ કામ કરી શકાય છે.
આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે હાલ શહેરમાં જે રીતે ફોગીંગની કાર્યવાહી થઈ રહી છે તેમાં શેરીઓમાં ફોગીંગ કરવાથી મચ્છરો ઘરમાં ઘૂસી જાય છે. મચ્છરો મરી જાય અને નેસ્તનાબૂદ થાય એ પ્રકારની દવાનો ઉપયોગ કરવાની જર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech