રાજકોટ સહિત રાજયભરમાં જંત્રીના જંગી દર વધારા સામે અવાજ ઉઠવા લાગ્યો છે ત્યારે ક્રેડાઇ ગુજરાત બાદ ક્રેડાઇ રાજકોટ મતલબ કે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનએ પણ અવાજ ઉઠાવ્યો છે. જંત્રીના તોતીંગ ઉંચા દરના વિરોધમાં સોમવારે રાજકોટના બિલ્ડર્સ અને ડેવલપર્સ દ્રારા મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે. જંત્રીના ભાવમાં જંગી વધારાથી રિઅલ એસ્ટેટ માર્કેટને મરણતોલ ફટકો પડે તેમ છે. રાજકોટ શહેરમાં તો અિકાંડ બાદ છેલ્લ ા છ મહિનાથી રિઅલ એસ્ટેટ માર્કેટ સંપૂર્ણ ઠપ્પ થઇ ગયા જેવી સ્થિતિ છે ત્યારે જંત્રીના કારણે વધુ ખરાબ સ્થિતિ થશે.
વિશેષમાં આ અંગે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્રારા પ્રેસ કોન્ફરન્સ યોજીને રિઅલ એસ્ટેટ ક્ષેત્રને થનારી મુશ્કેલીઓની વિગતો વર્ણવવામાં આવી હતી. રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડન્ટ પરેશ ગજેરા અને સુજીત ઉદાણી સહિતના હોદેદારોએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આપણા દેશની અર્થવ્યવસ્થામાં મહત્વના ભાગનું યોગદાન આપતો બાંધકામ ઉધોગ હાલમાં છેલ્લ ા ઘણાં મહીનાથી અગમ્ય કારણોસર અને વચ્ચે ઉભી થયેલી અડચણને લીધે મૃત:પાય અવસ્થામાં આવી ગયેલ છે. બિલ્ડરનાં બિઝનેશને નીચેના મુદ્દાઓથી આવી પરિસ્થિતી ઉભી થઈ છે જેમાં મુખ્યત્વે જંત્રીનો અવાસ્તવિક અસહ્ય વધારો કે જેને લીધે બાંધકામ ઉધોગ આજે મૃત:પાય અવસ્થામાં જઈ રહયો છે જેને લીધે જંત્રીનો વધારો કોઈ પણ સંજોગમાં સ્વીકાર્ય થઈ શકે તેમ નથી. જંત્રીને લીધે નવી શરતની જમીન બીનખેતી કરવા માટે ભરવું પડતું પ્રિમીયમનો બોજો, નવી જંત્રીને લીધે પેઈડ એફ.એસ.આઈ. ની રકમમાં આવતો અસહા વધારો, દસ્તાવેજ માટે ભરવા પાત્ર સ્ટેમ્પ ડયુટીમાં વધારો તેમજ જી.એસ.ટી.ની રકમમાં વધારો થાય આ તમામની મોટી અસર સામાન્ય નાગરિકો દ્રારા ખરીઠ કરવામાં આવતા ફલેટ અથવા તો ટેનામેન્ટની કીંમત ઉપર સીધી જ પડે છે,
તદઉપરાંત પ્લાન પાસ કરવા માટે જરી ફાયર એન.ઓ.સી. આપવામાં આવતા નથી. કંપલીશન સર્ટીફીકેટ માટે જરી ફાયર એન.ઓ.સી. પણ આપવામાં આવતા નથી. ટી.પી. સ્કીમ હેઠળ લાગુ પડતી ૪૦% ની કપાત, કોઈ અગમ્ય કારણોસર રાજકોટમાં નવા પેન તેમજ કંપલીશન સર્ટીફીકેટ લાંબા સમયથી આપવામાં આવતા નથી આવા અનેક પ્રશ્નનો સાથે ગુજરાત સરકારશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ લાવવા માંગણી કરવામાં આવશેે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech