ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) કોલેટરલ વિના આપવામાં આવતી વ્યક્તિગત લોન, જેમ કે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ માટેના નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. અસુરક્ષિત લોનમાં ડિફોલ્ટનું જોખમ વધી રહ્યું છે. આરબીઆઈ આ અંગે ચિંતિત છે. નવેમ્બર 2023માં, આરબીઆઈએ આ લોન પર રિસ્ક વેઇટ 100 ટકાથી વધારીને 125 ટકા કર્યું હતું, પરંતુ હવે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.
બેંકોએ પર્સનલ લોન આપતી વખતે વધુ સાવધાની રાખવાની જરૂર
આરબીઆઈ એ બેંકોને તેમની ધિરાણ નીતિઓ કડક બનાવવા સૂચના આપી છે. લોન લેનારના ક્રેડિટ સ્કોરના આધારે મહત્તમ લોન મર્યાદા નક્કી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ હોમ લોન કે ઓટો લોન લીધી હોય, તો બેંકોએ પર્સનલ લોન આપતી વખતે વધુ સાવધાની રાખવાની જરૂર છે.
જ્યારે સરકારી બેંકોનું ધ્યાન ઓછું છે
પ્રાપ્ત માહિતી અનુસાર આરબીઆઈ રિટેલ લોનના ઝડપી વિકાસ અને તેમાં સામેલ જોખમો અંગે ચિંતિત છે. માર્ચ 2024 માં વ્યક્તિગત લોનમાં વાર્ષિક વૃદ્ધિ 14 ટકા હતી (ગયા વર્ષના સમાન સમયગાળામાં 17.6%). ખાનગી બેંકો હજુ પણ આ લોન ઝડપથી આપી રહી છે, જ્યારે સરકારી બેંકોનું ધ્યાન ઓછું છે. ડિસેમ્બર 2023ના નાણાકીય સ્થિરતા અહેવાલ મુજબ, ખાનગી બેંકોમાં લોન રાઈટ-ઓફની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જે જોખમનો સંકેત છે.
આરબીઆઈનું આગામી પગલું: ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં આ નવી માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ બહાર પાડે તેવી શક્યતા છે. બેંકો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ આ લોન અંગે વધુ સાવધ રહેશે અને ફક્ત લાયક દેવાદારોને જ લોન આપશે. આરબીઆઈનું આ પગલું સામાન્ય લોકોને વધુ પડતી લોન લેતા અટકાવવા અને બેંકિંગ સિસ્ટમને સુરક્ષિત બનાવવા માટે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech