આજે મૌની અમાસને લઈ મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવવા ગઈકાલે કરોડો શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જોકે, મોડીરાત્રે નાસભાગ મચતા 17 લોકોના મોત થયા છે. નાસભાગની પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આથી રેલવે વિભાગે પ્રયાગરાજ આવતી સ્પેશિયલ ટ્રેન રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હવે રેલવે વિભાગે ઉતાવળે લીધેલો નિર્ણય પાછો ખેચ્યો છે અને જણાવ્યું છે કે, સ્પેશિયલ ટ્રેનો તેના નિયત સમય સાથે દોડાવવામાં આવશે. બધી સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન પહેલાની જેમ જ ચાલુ રહેશે
પ્રાપ્ત વિગત મુજબ અગાઉ પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલવે ડિવિઝનના વાણિજ્યિક મેનેજર મનીષ કુમારે જણાવ્યું હતું કે, 'પ્રયાગરાજમાં મૌની અમાસના દિવસે ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ જતી મહાકુંભ મેળાની વિશેષ ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. આગામી આદેશ સુધી નિયમિત ટ્રેનો દોડતી રહેશે.' પ્રયાગરાજમાં મોટી ભીડ અને નાસભાગને કારણે ખાસ ટ્રેનો બંધ કરવાની ચર્ચા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, મૌની અમાસના શાહી સ્નાન વખતે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભયંકર નાસભાગ મચી જેમાં અત્યાર સુધીમાં 17ના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ નાસભાગની ઘટના બનવા પાછળનું કારણ બેરિકેડ તૂટી જવાનું જણાવાઈ રહ્યું છે જેના લીધે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech