માવઠાને લઇને રાજકોટ એસટી ડિવિઝન એલર્ટ; ડ્રાઇવર કંડકટર માટે સુચના જારી

  • May 07, 2025 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ સહિત રાજ્યમાં કમોસમી વરસાદ તેમજ વાવઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇને રાજકોટ એસટી ડિવિઝન દ્વારા તમામ રૂટના ડ્રાઇવર-કંડકટર માટે જરૂરી સુચનાઓ જારી કરવામાં આવી છે.

રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરા દ્વારા રાજકોટ એસટી બસપોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ ડેપો મેનેજર્સ જોગ તેમજ તમામ બસ રૂટના ડ્રાઇવર કંડકટર માટે માવઠાને અનુલક્ષીને સુચનાઓ જારી કરાઇ છે જેમાં (૧) માર્ગ ઉપર ભયજનક વરસાદી પાણી ભરાયેલ હોય તો જોખમી રીતે વાહન પસાર ન કરવા તમામ ડ્રાઇવરોને સૂચિત કરવા (૨) માર્ગ ઉપર કોઝ વે, નદી, નાળા, જોખમી સ્થળોથી બસ સાવચેતી પૂર્વક જરૂરી તકેદારી સાથે કોઇ પણ જોખમ લીધા વગર પસાર કરવા તમામ ક્રૂ ને સૂચિત કરવા. (૩) બસ સ્ટેશન, કન્ટ્રોલ પોઇન્ટ, વર્કશોપની નિગમ પ્રિમાઈસીસમાં લાગેલ હોર્ડિંગ કે અન્ય રીતે કોઇ પણ જાનમાલને નુકશાન કે બસો તેમજ અન્ય માલ મિલકતને નુકશાન ન થાય તે બાબતોએ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application