યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા હાલમાં વિવાદોમાં ઘેરાયેલા છે. તેમના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં અપશબ્દોના ઉપયોગને લઈને તેમની ભારે ટીકા થઈ રહી છે. આ મામલો એટલો વધી ગયો છે કે તેમના વિરુદ્ધ FIR પણ નોંધાઈ છે અને પોલીસ તપાસ ચાલી રહી છે.
આ દરમિયાન રણવીર અલ્હાબાદિયાના ગાયબ થવાની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી હતી. જોકે, હવે રણવીરે પોતે સામે આવીને સ્પષ્ટતા કરી છે કે તે ભાગી રહ્યા નથી અને તપાસમાં સહયોગ કરશે.
રણવીરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, "મારી ટીમ અને હું પોલીસ અને અન્ય અધિકારીઓ સાથે તપાસમાં સહયોગ કરી રહ્યા છીએ. હું પ્રોસેસને ફોલો કરીશ અને હજુ એજન્સી માટે ઉપલબ્ધ રહીશ." તેમણે વધુમાં જણાવ્યું કે, "માતા-પિતા વિશે મારી ટિપ્પણીઓ અસંવેદનશીલ અને અયોગ્ય હતી. સુધરવું એ મારી નૈતિક જવાબદારી છે અને મને ખરેખર દુઃખ છે."
રણવીરે પોતાની પોસ્ટમાં એ પણ જણાવ્યું છે કે કેવી રીતે લોકો તેમને અને તેમના પરિવારને પરેશાન કરી રહ્યા છે, જેના કારણે તેઓ ભયભીત છે. તેમણે લખ્યું છે કે, "હું લોકો પાસેથી જાનથી મારી નાખવાની ધમકીઓ આવતી જોઈ રહ્યો છું, જ્યાં તેઓ કહી રહ્યા છે કે તેઓ મને મારવા ઈચ્છે છે અને મારા પરિવારને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે. લોકો દર્દી બનવાનું નાટક કરીને મારી માતાના ક્લિનિકમાં ઘૂસી આવ્યા હતા. હું તો ભયભીત છું અને મને નથી ખબર કે શું કરવું જોઈએ. પરંતુ હું ભાગી નથી રહ્યો. મને પોલીસ અને ભારતની ન્યાય પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech