ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. રતન ટાટાના નિધન બાદ હવે દરેકના મનમાં સવાલ એ છે કે ટાટા ગ્રુપ્ના આગામી વડા કોણ હશે? આ પ્રશ્ન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે રતન ટાટા જીવનભર અપરિણીત રહ્યા હતા. રતન ટાટાની કુલ સંપત્તિ 3800 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. હવે બધાનું ધ્યાન ટાટા ગ્રુપ્ના ભાવિ નેતૃત્વ તરફ છે. ટાટા પરિવારના નવા ઉભરતા સભ્યો ધીમે ધીમે આ વિશાળ સમૂહમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે.
રતન ટાટાના નિધન પછી, ટાટાના ઉત્તરાધિકારી કોણ બનશે અને તેમનું સ્થાન કોણ લેશે... આ એક મહત્વનો વિષય બની ગયો છે. ટાટા ગ્રુપ્ના વિશાળ બિઝનેસ સામ્રાજ્યની દેખરેખ કોણ કરશે? ટાટા ગ્રુપમાં ઉત્તરાધિકાર યોજના પહેલાથી જ છે. એન ચંદ્રશેખરને 2017માં હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી. પરિવારના અન્ય લોકો વ્યવસાયના વિવિધ ભાગોનું નેતૃત્વ કરી રહ્યા છે અને જેઓ ભવિષ્યમાં નેતૃત્વની ભૂમિકાઓ સંભાળશે.
નેવલ ટાટાની બીજી પત્ની સિમોનથી જન્મેલા નોએલ ટાટા, રતન ટાટાના સાવકા ભાઈ છે. આ કૌટુંબિક સબંધના કારણે નોએલ ટાટા વારસાની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને આવે છે. જો કે, તેની વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને, તેના ત્રણ બાળકોમાંથી કોઈપણ એકને જવાબદારી સોંપવામાં આવી શકે છે.
માયા, નેવિલ અને લેહ ટાટામાંથી કોઈ બની શકે અનુગામી
નોએલ ટાટાના ત્રણ બાળકો છે, જેમને ટાટા વારસાના સંભવિત વારસ તરીકે જોઈ શકાય છે. સૌથી મોટા, લેહ ટાટા, મેડ્રિડ, સ્પેનની આઈઈ બિઝનેસ સ્કૂલમાંથી માર્કેટિંગમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેણી 2006 માં તાજ હોટેલ્સ રિસોટ્ર્સ એન્ડ પેલેસિસમાં સહાયક વેચાણ વ્યવસ્થાપક તરીકે ટાટા જૂથમાં જોડાઈ હતી અને હવે ધ ઈન્ડિયન હોટેલ્સ કંપ્ની લિમિટેડમાં પ્રમુખ તરીકે સેવા આપે છે, વિવિધ ભૂમિકાઓ દ્વારા આગળ વધી રહી છે. નાની પુત્રી માયા ટાટાએ ટાટા કેપિટલમાં જૂથની ફ્લેગશિપ ફાઇનાન્સ સર્વિસ કંપ્નીમાં વિશ્લેષક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે તેમના ભાઈ નેવિલ ટાટાએ ટ્રેન્ટ ખાતે તેમની વ્યાવસાયિક યાત્રા શરૂ કરી હતી. તેમના પિતાએ કંપ્નીની રિટેલ ચેઇન બનાવવામાં મદદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech