નોએલ તાતાને તાતા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રતન તાતાના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં રતન તાતાના સાવકા ભાઈ નોએલ તાતાને તાતા ટ્રસ્ટના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બેઠકમાં સૌની સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત નોએલને તાતા ગ્રુપ્ની બે સૌથી મહત્વપૂર્ણ ચેરિટેબલ સંસ્થાઓ સર રતન તાતા ટ્રસ્ટ અને સર દોરાબજી તાતા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા. હવે તેમને તાતા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં
આવ્યા છે.
તાતા ટ્રસ્ટની રચનામાં રતન તાતા એ મહત્વની ભૂમિકા ભજવી હતી. તાતા ગ્રુપ્ની હોલ્ડિંગ કંપ્ની તાતા સન્સમાં તાતા ટ્રસ્ટનો મોટો હિસ્સો છે. આમાં હિસ્સો લગભગ 66 ટકા છે. તાતા ગ્રુપ તાતા ટ્રસ્ટ હેઠળ કામ કરે છે.
નોએલ તાતા એ સસેક્સ યુનિવર્સિટી, યુકે અને ઇનસીડ ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં અભ્યાસ કર્યો છે. નોએલ તેની વ્યૂહાત્મક કુશળતા અને જૂથના વિઝન પ્રત્યે પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. નોએલ તાતા સર દોરાબજી તાતા ટ્રસ્ટના 11મા અધ્યક્ષ અને સર રતન તાતા ટ્રસ્ટના 6મા અધ્યક્ષ તરીકે
ચૂંટાયા છે.
રતન તાતાના સાવકા ભાઈ નોએલ તાતાને તાતા ટ્રસ્ટની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નોએલ પણ તાતા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સામેલ હતા. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી તાતા ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન પણ છે. તાતા ગ્રુપ સાથે તેમનો ચાર દાયકાનો લાંબો ઈતિહાસ છે. તેઓ ટ્રેન્ટ, વોલ્ટાસ અને તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જેવી કંપ્નીઓના ચેરમેન પણ છે. એટલું જ નહીં, તેઓ તાતા સ્ટીલ અને ટાઇટન કંપ્ની લિમિટેડના વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે. આ ઉપરાંત, તેઓ તાતા ઇકોસિસ્ટમ સાથે પણ ઊંડા સંબંધો ધરાવે છે.
તાતા ઈન્ટરનેશનલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે 2010 અને 2021 વચ્ચે કંપ્નીની આવક 500 મિલિયન ડોલરથી વધારીને 3 બિલિયન ડોલરથી વધુ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ટ્રેન્ટ લિમિટેડ કંપ્ની પાસે વર્ષ 1998માં માત્ર એક જ રિટેલ સ્ટોર હતો, જે આજે તેમના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતમાં 700 થી વધુ સ્ટોર્સ સાથે મજબૂત નેટવર્કમાં પરિવર્તિત થઈ ગયું છે.
નોએલને પહેલા તાતા સન્સના ચેરમેન પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં આ પદ તેમના સાળા સાયરસ મિસ્ત્રીને આપવામાં આવ્યું હતું. મિસ્ત્રીના વિવાદાસ્પદ રાજીનામા બાદ એન ચંદ્રશેખરન તાતા સન્સના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તાજેતરના અહેવાલોએ નોએલ અને રતન તાતા વચ્ચે સમાધાનનો સંકેત આપ્યો છે, જેનાથી જૂથના નેતૃત્વમાં ફરી એકતાની લાગણી વધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech