સૌથી વધુ ચણાનું વાવેતર 11828 હેકટરમાં, જોડીયામાં 5100 હેકટરમાં અને સૌથી ઓછુ ધ્રોલમાં 230 હેકટરમાં ચણાનું વાવેતર: જી 1684, ધાણા 3092 હેકટરમાં વાવણી કરાઇ
જામનગર જિલ્લામાં હવે ઠંડીનો માહોલ શ થઇ જતાં રવિ પાકની વાવણી પુરજોશમાં શ થઇ છે, ખાસ કરીને આ વખતે ચણાનું વધુ વાવેતર થાય એવા સંકેતો સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 19272 હેકટરમાં વાવેતર થયું છે જેમાં 11828 હેકટરમાં માત્ર ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે, આગામી દિવસોમાં ચણા અને જીનું વાવેતર વધુ પ્રમાણમાં થાય તેવી પુરી શકયતા છે, જોડીયામાં સૌથી વધુ 5100 હેકટરમાં અને ધ્રોલમાં સૌથી 230 હેકટર જમીનમાં ચણાનું વાવેતર થઇ ગયું છે.
વાવેતરની વાત લઇએ તો ધ્રોલ તાલુકામાં ઘઉં 142, ચણા 230, જી 212, લસણ 60 અને શાકભાજી 29 હેકટરમાં વાવવામાં આવ્યા છે. જામજોધપુર તાલુકામાં ઘઉં 818, ચણા 2341, જી 935, ધાણા 3018, જામનગર તાલુકામાં ઘઉં 157, ચણા 221, જી 325, લસણ 27, શાકભાજી 68, જોડીયામાં ઘઉં 525, ચણા 5100, જી 100, ધાણા 10, કાલાવડ તાલુકામાં ઘઉં 750, ચણા 3363 અને લાલપુર તાલુકામાં ઘઉં 60, ચણા 573 હેકટરમાં વાવેતર થયું છે, અત્યાર સુધીનું કુલ વાવેતરમાં ઘઉં 2442, ચણા 11828, જી 1684, ધાણા 3092, લસણ 87 અને શાકભાજી 97 હેકટરમાં વાવેતર થયું છે.
રવિ પાકના કુલ વાવેતરની વાત લઇએ તો ધ્રોલ 715, જામજોધપુર 7112, જામનગર 798, જોડીયા 5725, કાલાવડ 4113, લાલપુર 809 હેકટર જમીનમાં વાવેતર થયું છે, જયારે લસણ 87 હેકટરમાં વાવવામાં આવ્યું છે, આગામી દિવસોમાં ઘઉં અને ચણાનું વાવેતર વધશે તેવી સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech