શહેરની ચારેય ચોકડીઓ ઉપરાંત સીટી વિસ્તારના ચોકમાં રિક્ષા ચાલકોનો એટલી હદે ત્રાસ હોવાથી રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બને છે. બેફામ પણે રિક્ષા હંકારતા હોવાથી સામેથી આવતા જતા વાહન ચાલકો સાથે અનેક વખત અકસ્માત પણ સર્જતાં હોય છે. અકસ્માત સર્જીને દાદાગીરી કરી મારકૂટ કરતા હોવાના બનાવો પણ અનેક વખત સામે આવ્યા છે. ત્યારે વધુ એક વખત રિક્ષા ચાલકની લુખ્ખી દાદાગીરી સામે આવી છે.
રાજકોટ-ગોંડલ- રાજકોટ એસટી રૂટની બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.43) અને કંડકટર તરીકે ફરજ બજાવતા સંદીપસિંહ ગુલાબસિંહ પરમાર (ઉ.વ.48) બંને ગઈકાલે ગોંડલથી રાજકોટ બસ લઇને આવી રહ્યા હતા ત્યારે ગોંડલ ચોકડી ઓવર બ્રિજ પાસે રિક્ષા ચાલકએ રિક્ષા રસ્તામાં ઉભી રાખી દીધી હોવાથી ડ્રાઈવર કિશોરસિંહએ પાછળથી હોર્ન મારતા રિક્ષા ચાલક સહીત ત્રણ શખસો નીચે ઉતરી ડ્રાઈવર પાસે આવી હોર્ન કેમ મારે છે, રસ્તો તારા બાપ નો છે ? કહી ગાળાગાળી કરી ધોકાવડે મારમારવા લાગ્યા હતા. છોડાવવા વચ્ચે પડેલા કંડકટર સંદીપસિંહને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન રિક્ષા ડ્રાઈવર સંજયએ નેફામથી છરી કાઢી હુમલો કરતા હાથના ભાગે ઇજા થઇ હતી. દેકારો થતા માણસો ભેગા થઇ જવાથી ત્રણેય રિક્ષા હંકારી નાસી ગયા હતા અને કોઈએ 108ને ફોન કરતા ડ્રાઈવર કંડકટર બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સાતફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી ડ્રાઈવર કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા (રહે-મીરાંબાઈ ટાઉનશીપ પાલ રોડ, મવડી)ની ફરિયાદ પરથી પોલીસે રીક્ષા ચાલક સંજય અને તેની સાથેના બે અજાણ્યા માણસો સામે સરકારી ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. જયારે સામાપક્ષે રીક્ષા ચાલક સંજય રમેશભાઈ વાઘેલા (ઉ.વ.29) (રહે-કોઠારીયા સોલવન્ટ) નો પણ પોતાને ડ્રાઈવર કંડકટરએ મારમાર્યો હોવાની રાવ સાથે સિવિલમાં દાખલ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech