રાજકોટના હંસરાજનગરમાં રહેતા વેપારીએ રૂ. 1.10 લાખની કિંમતના કપડા ઘરેથી રીક્ષામાં મૂકી ટ્રાન્સપોર્ટની ઓફિસે પહોંચાડવા માટે રીક્ષાચાલકને કહ્યું હોય પરંતુ રિક્ષાવાળા રસ્તામાંથી આ કપડાના પાર્સલ લઈ શું થઈ ગયો હતો. જેથી આ અંગે વેપારીએ આ અજાણ્યા રીક્ષાચાલક વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
શહેરના હંસરાજનગર શેરી નંબર-1 માં રહેતા અશોકભાઈ મોહનદાસ પુનવાણી(ઉ.વ 59) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જે.પી. ફેશન નામની કપડાની દુકાન પેડક રોડ પર ચલાવતા હતા જે દુકાન બંધ કરી દુકાનમાં રહેલો માલ ઘરે લઈ ગયા હતા. જે માલ અન્ય વેપારીને ઘરેથી વેચી પરિવારનું ગુજરાત ચલાવે છે.
ગઈ તા. 12/2 ના સાંજના પાંચ વાગ્યાના અરસામાં ઘરે રાખેલ માલમાંથી અલગ અલગ સાઈઝના પેન્ટ નંગ 109 તથા અલગ-અલગ સાઈઝના શર્ટ નંગ 108 મળી કુલ 227 નંગ કપડા જેની કિં.રૂ 1.10 લાખ હોય જે માલ ઘરેથી પ્લાસ્ટિકના બોરામાં પેક કરી ગોંડલમાં રહેતા મોહનભાઈને માલ પહોંચાડવાનો ઓર્ડર મળેલ હોય જેથી વેપારીએ ઘર પાસેથી એક સીએનજી રીક્ષા ભાડે કરી હતી. જે રીક્ષામાં ત્રણ કપડાના પાર્સલ નાખી કેસરી હિન્દ ફૂલ પાસે આવેલ ગુરુકુપા ટ્રાન્સપોર્ટ પહોંચાડવા માટે રિક્ષામાં સોંપી તેઓ ઘરેથી નીકળ્યા હતા. વેપારી રીક્ષાની પાછળ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા. દરમિયાન જંકશન મેઇન રોડ પર થઈ હોસ્પિટલ ચોકવાળા બ્રિજ નીચે પહોંચતા રીક્ષા ચાલક જતો રહ્યો હતો બાદમાં વેપારીએ ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ ઓફિસે પહોંચી તપાસ કરતા અહીં રીક્ષા આવી જ ન હોવાનું માલુમ પડ્યું હતું. જેથી રીક્ષા ચાલકની તપાસ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હોય આમ રીક્ષામાં રાખેલા 1.10 લાખની કિંમતના કપડા ટ્રાન્સપોર્ટની ઓફિસે પહોંચાડવાના બદલે રીક્ષાચાલક આ પાર્સલ લઇ ભાગી ગયો હોય વેપારીએ પોતાની સાથે થયેલા આ વિશ્વાસઘાત અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા રીક્ષાચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech