રાજકોટમાં રાત્રિના ચાર શખસોની લૂંટા ટોળકીએ દોઢ કલાકમાં આતકં મચાવી દીધો હતો રાત્રીના ૦૯:૦૦ વાગ્યા આસપાસ ભગવતીપરા પાસે યુવાનને ફાકીનું કહી તેના પર છરી વડે ખૂની હત્પમલો કરી તેના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. ત્યારબાદ આ ટોળકીએ ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે પાણીપુરીના ધંધાર્થી આંતરી તેના ગળા પર છરી રાખી તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ લૂંટી લઈ તેને તેને છરીનો ઘા ઝીંકી દીધો હતો ત્યારબાદ અહીં જ નજીકમાં અન્ય એક યુવાનને પણ છરી બતાવી લૂંટ ચલાવ્યા બાદ નાસી રહેલા આ શખસોને પકડવા જતા યુવાનને છરીનો ઘા ઝીંકી દીધો હતો. પરંતુ આ દરમિયાન એક લૂંટા અહીં લોકોને હાથે ઝડપાઈ ગયો હતો. બનાવને લઈ બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ ચલાવી રાત્રીના જ અન્ય ત્રણ શખસોને પણ ઉઠાવી લીધા હતા અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
શહેરના ભગવતીપરા વિસ્તારમાં યુવાન પાસે ત્રણ અજાણ્યા શખસોએ ફાકી માંગી હતી યુવાને ના કહેતા અહીં નજીકમાં જ રેલ્વે ટ્રેક પાસે યુવાનને આંતરી પેટનાભાગે તથા છરીના ઘા ઝીંકી દઇ આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણ શકમંદોને ઉઠાવી લઈ પૂછપરછ શ કરી છે.
ગઈકાલ રાત્રિના ભગવતીપરા શેરી નંબર–૧ પાસે રેલવે ટ્રેક નજીક યુવાન ઈજાગ્રત હાલતમાં પડો હોય અને તેના આંતરડા પણ બહાર નીકળી ગયા હોય જેની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની તપાસ દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનનું નામ હાર્દિક નટુભાઈ ચૌહાણ (ઉ.વ ૨૪) હોવાનું અને તે ભગવતીપરા વિસ્તારમાં જ રહેતો હોય અને પરાબજાર ખાતે આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં મંજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવનાર યુવાનના માસીયાઇ બહેન ખુશ્બુબેન ભાણજીભાઈ ચુડાસમા (ઉ.વ ૨૬) દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખુશ્બુબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાર્દિક ત્રણ ભાઈના પરિવારમાં સૌથી નાનો છે ગઈકાલે ફરિયાદી નવેક વાગ્યે આસપાસ ઘરે હતા ત્યારે હાર્દિકના મોટાભાઈ જીેશે ઘરે આવી કહ્યું હતું કે, હાર્દિકને કોઈએ છરી મારેલ છે જેથી તેઓ તુરતં અહીં રેલવે ટ્રેક પાસે પહોંચ્યા હતા અહીં હાર્દિક ઇજાગ્રસ્ત હાલતમાં પડો હોય અને તેના આંતરડા પણ બહાર નીકળી ગયા હોય તુરતં તેને સારવાર માટે લઈ ગયા હતા દરમિયાન હાર્દિકને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, પાનના ગલ્લા નજીક ત્રણ અજાણ્યા શખસો તેની પાસે આવ્યા હતા અને ફાકી માંગતા તેણે ફાકી નહીં આપતા તેનો ખાર રાખી અહીં રેલવે ટ્રેક પાસે આંતરી તેના પર છરી વડે જીવલેણ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણ અજાણ્યા શખસો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ભગવતીપરા રેલવે ટ્રેક પાસે યુવાન પર છરી વડે હુમલો કર્યા બાદ આ ટોળકીએ રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ કરણાભાઇના ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં શેરી તરફ શિકારની શોધમાં પહોંચી હતી. ત્રણ શખ્સો પૈકી એકે અહીં પાણીપુરીની લારી લઈ નીકળેલા દિપક અમરસિંગ નિસાદ(ઉ.વ ૨૪) નામના યુવાનને અહીં રસ્તામાં આંતરી કહ્યું હતું કે, પાણીપુરી ખવડાવ જેથી યુવાને કહ્યું હતું કે પાણીપુરી નથી. બાદમાં આ શખસોએ યુવાનના ગળે છરી મૂકી કહ્યું કે, તારી પાસે જેટલા પૈસા હોય કાઢીને આપી દે જેથી યુવાને કહ્યું હતું કે, હત્પં પૈસા આપું છું પણ તમે છરી દૂર રાખો ત્યારબાદ આ શખસે યુવાન પાસેથી પિયા ૧૫૦૦ ની લુંટ ચલાવી હતી તેમજ એક શખસે યુવાનને હાથમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. ત્યારબાદ યુવાન પાસે રહેલ તેનો મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો. બાદમાં આ ટોળકીએ અહીં નજીકમાં જ માલધારી સોસાયટી શેરી નંબર પાસેથી ગોંડલ હાઇવે ઓળંગી રહેલા યુવાન હિતેશ પ્રભાતભાઈ ડાંગર (ઉ.વ ૪૦) ને આંતરી તેને પણ છરી બતાવી તેમનું પાકીટ જેમાં રોકડ પિયા ૧૦,૦૦૦ હોય તથા મોબાઈલ ફોનની લુંટ ચલાવી હતી. ત્યારબાદ આ ટોળકી રસ્તો ઓળંગી સામેની બાજુએ જતા રહ્યા હતા. દરમિયાન હિતેશભાઈએ બૂમાબૂમ કરતા સામેની બાજુ ઉભેલા કેટલાક લોકોએ આ ચારેય શખસોને પકડવા માટે દોડયા હતા જેમાંથી એક શખસને પકડી લીધો હતો દરમિયાન આ શખસે તેને પકડનાર વ્યકિત અમિતભાઈ ખોયાણીને ડાબા પડખામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો બાદમાં પોલીસને જાણ કરી દેતા પીસીઆરમાં અહીં આવી ગઈ હતી અને ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા તેનું નામ સની ઉર્ફે ચડીયો કનુભાઈ ઉધરેજીયા(ઉ.વ ૨૧ રહે. ભગવતીપરા આશાબાપીરની દરગાહ પાસે રાજકોટ) હોવાનું માલુમ પડું હતું.
હત્પમલામાં ઘવાયેલા જય અમિતભાઈ ખોયાણી નામના યુવાનને સારવાર માટે ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યારે પાણીપુરીના ધંધાર્થી દીપક નિસાદને પણ ઈજા પહોંચી હોય તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ મામલે દિપક નિસાદની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે સની ઉર્ફે ચડીયો કનુભાઈ ઉધરેજીયા તથા તેની સાથેના ત્રણ શખસો સામે લૂંટ અને હત્પમલાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
ટોળકીએ દોઢ કલાકના અંતરમાં જ હત્યાનો પ્રયાસ, બે લૂંટ અને બે વ્યકિત પર છરી વડે હત્પમલો કરી આતકં મચાવી દીધો હતો બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ. રાણેની રાહબરી મા ટીમે તપાસ હાથ ધરી આ ટોળકીને રાત્રીના જ સકંજામાં લઈ લીધી હતી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે
દોઢ કલાકમાં મચાવેલા આતંકનો ઘટનાક્રમ
લૂંટા ટોળકીએ સૌપ્રથમ રાત્રિના નવ વાગ્યે ભગવતીપરા રેલવે ટ્રેક પાસે હાર્દિક ચૌહાણ નામના યુવાન પર ખુની હત્પમલો કર્યેા હતો બાદમાં ૧૦:૩૦ વાગ્યા આસપાસ જુના યાર્ડ નજીક ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે પાણીપુરીના ધંધાર્થી દિપક નિશાદને આંતરી રોકડ રકમ અને પાકીટ લૂંટી લઈ તેને છરીનો ઘા ઝીંકી દીધો હતો બાદમાં અહીં જ અન્ય યુવાન હિતેશભાઈ ડાંગરને પણ લૂંટી લીધો હતો બાદમાં આ ટોળકીને એકત્ર થયેલા લોકોએ પકડવાની કોશિશ કરતા અમિતભાઈ ખોયાણી નામના યુવાનને પડખામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.
વધુ કેટલાકને લૂંટી લીધાની શંકા
રાત્રિના ભગવતીપરાથી લઈ માલધારી સોસાયટી સુધી આતકં મચાવનાર આ ટોળકીએ આ સમયે અન્ય કેટલાક વ્યકિતઓને પણ છરી બતાવી લૂંટી લીધા હોવાની શંકા સેવાઈ રહી છે. ત્યારે જો કોઈ આ ટોળકીનો ભોગ બન્યું હોય તો તેઓ ફરિયાદ નોંધાવા આગળ આવે તેવી પોલીસ દ્રારા અપીલ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક જીરાના કારખાનામાં મશીનની ટાંકી પરથી પડી જતા યુવાનનું મોત
May 09, 2025 12:49 PMજામજોધપુરમાં બિમારીથી કંટાળી વેપારી યુવાને જીવાદોરી ટુંકાવી
May 09, 2025 12:46 PMજામનગર એસપીની અઘ્યક્ષતામાં ૫૩ લાખ ડ્રગ્સ મુદામાલનો નાશ
May 09, 2025 12:40 PMસાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 12 આતંકવાદીને BSFએ ઠાર માર્યા
May 09, 2025 12:39 PMધોરણ 10 માં હળવદ મંગલમ વિદ્યાલય નો ડંકો વાગ્યો..
May 09, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech