રાજકોટ- ભુજ વચ્ચે હાલમાં જે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવે છે તેને સ્પેશ્યલ ટ્રેનને બદલે ફાસ્ટ પેસેન્જર તરીકે દોડાવવા તેમજ રાજકોટ- ભુજ- રાજકોટની વધુ એક ફાસ્ટ પેસેન્જર શરૂ કરવા સહિતની ભારત - તિબ્બત સંઘના પ્રદેશ સહસંયોજક રાજેશ ભાતેલીયાએ ડિવિઝનલ રેલવે મેનેજરને વિસ્તૃત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટથી મધરાતે ૧૨:૦૦ વાગ્યે ઉપાડવામાં આવે બીજી સવારે ૫:૦૦ વાગ્યે ભુજ માટે ફાસ્ટ પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવે એટલે કે બે જોડી ટ્રેન રાજકોટ-ભુજ વચ્ચે દોડાવવામાં આવે અને ભુજ થી પણ તે જ રીતે રાત્રે ૧૨:૦૦ વાગ્યે અને સવારે ૫:૦૦ વાગ્યે ફાસ્ટ પેસેન્જર દોડાવવામાં આવે તો લોકોને લોકલ ભાડામાં ભુજ આવવા જવા મળે, લોકોના અનુકૂળ સમયે ટ્રેન દોડાવવાથી
ઓછા નફે બહોળા વેપારની નીતિ અપનાવવાથી રેલ્વેને અને જનતાને બન્નેને ફાયદો થતો રહેશે.આ ઉપરાંત પોરબંદરથી કોલકાતા જતી શાલીમાર, શાંત્રાગાચી તથા કવિગુરૂ એકસપ્રેસમાં વાંકાનેર સ્ટોપ આપવામાં આવેલ છે. પરંતુ કોલકાતાથી આવતી ટ્રેન નં. ૧૨૯૦૬ શાલીમાર- પોરબંદર, ટ્રેન નં. ૧૨૯૫૦ શાંત્રાગાચી- પોરબંદર અને ટ્રેન નં.૨૨૯૦૬ શાલીમાર- ઓખા આ ત્રણેય વળતી ટ્રેનમાં વાંકાનેર સ્ટોપ આપવામાં આવેલ નથી. જેથી ઝારખંડના રહેવાસીઓ મોરબી, વાંકાનેર સ્થાન પંથકના સીરામીક સિરામિક સહિતના કારખાનાઓમાં કામ કરતા ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકોને ફરજિયાત છેક રાજકોટ ઉતરવું પડે છે, ત્યાર પછી રાજકોટથી વાંકાનેર, મોરબી, થાન પહોંચવા વધારાનો ખર્ચ કરવો પડે છે અને સમય પણ બગડે છે, ઉપરોકત તમામ ટ્રેનોને વાંકાનેર સ્ટોપ આપવો જોઈએ.
રાજકોટ- ઓખા- રાજકોટ તથા રાજકોટ- વેરાવળ- સોમનાથ વચ્ચે દર ચાર કલાકે ફાસ્ટ પેસેન્જર ટ્રેન દોડાવવા અને તે રીતે ટાઈમ ટેબલ ગોઠવવા રાજેશ ભાતેલીયા દ્વારા માંગણી કરવામાં આવી છે.
કોઈપણ રેલ ટિકિટ ખરીદનાર યાત્રીને ઓટોમેટીક આરોગ્ય વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવે. અને યાત્રી સ્ટેશન ઉપર કે ટ્રેનની અંદર બિમાર પડે તો ત્યાં મેડીકલ સારવાર સારામાં સારી નિઃશુલ્ક ધોરણે આપવા રેલ્વેમાં નવી ભરતીમાં ઉમર -મર્યાદામાં વધારો તથા જેમને બે દિકરી અથવા એક સંતાન છે તેમના સંતાનોને વિશેષ અગ્નતા આપવામાં આવે તેમજ લોકોના પ્રશ્ન હલ કરવા દરેક ડી.આર.એમ. દ્વારા વર્ષમાં છ ઓપન હાઉસ અને બે રેલ્વે અદાલતનું આયોજન સીધું જનતા સાથે કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા
May 07, 2025 11:01 AMઆગામી વર્ષોમાં એપલ તેના તમામ મોબાઇલ ફોન ભારતમાં બનાવશે અને ખરીદશે: સિંધિયા
May 07, 2025 10:54 AMરાણપરથી ધામણીનેશ તરફ દેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
May 07, 2025 10:48 AMભાણવડમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ
May 07, 2025 10:47 AMખંભાળીયા પાલીકા દ્વારા ઘી અને તેલી નદીમાં દબાણો અંગે સર્વે શરુ
May 07, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech