વડોદરા શહેરમાં દરજીપુરામાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફીસના ગોડાઉનમાં વિદેશી દારૂ ભરેલ ટે્રલરમાંથી દારૂની હેરાફેરી સમયે જ એસએમસી (સ્ટેટ મોનીટરીંગ સેલ)ની ટીમે દરોડો પાડતા બુટલેગરોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યેા હતો. સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરીંગ કરીને પોલીસે ત્રણ શખસોને ૨૨ લાખના વિદેશી દારૂ, બે વાહનો મળી ૬૨,૮૮,૪૯૨ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
વડોદરાના દરજીપુરામાં વી ટ્રાન્સ નામની ટ્રાન્સપોર્ટ ઓફીસના ગોડાઉનની બાજુના ખુલ્લ ા પાકગ પ્લોટમાં બુટલેગર જુબેર શફીફ મેમણ કન્ટેનરમાંથી અન્ય નાના ફોર વ્હીલમાં દારૂનું કટીંગ (હેરાફેરી) કરાવે છે તેવી માહિતી મળતા ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.જી.ખાંટ તથા ટીમે દરોડો પાડયો હતો. પોલીસની ટીમ પહોંચતા દારૂના બોકસ અન્ય વાહનોમાં ભરાવતા હતા.
પોલીસ આવતા જ બુટલેગરોએ ટીમ પર પથ્થરમારો કર્યેા હતો. હત્પમલો થતાં પીઆઈ આર.જી.ખાંટે સ્વબચાવમાં કન્ટેનર પર બે રાઉન્ડ ગોળીબાર કર્યેા હતો. ફાયરીંગ થતાં બુટલેગરો ડરીને નાશી ગયા હતા. સ્થળ પરથી પોલીસને વડોદરાના અજાવા રોડ પર રહેતા ફીરોઝ યાકુબ દિવાન, યકુતપુરામાં રહેતો અલ્તાફહત્પશેન યાકુબહત્પશેન દિવાન તથા અજાવા વિસ્તારના એકતાનગરમાં રહેતો રતનસિંગ જબ્બરસિંગ સોઢા લાગ્યા હતા.
પોલીસે કન્ટેનરમાંથી ૨૨,૬૯,૭૭૨ની કિંમતનો ૧૦,૧૪૧ બોટલ વિદેશી દારૂ, ત્રણ મોબાઈલ ફોન, ૩૭૨૦ રૂપિયાની રોકડ કન્ટેનર સહિત બે વાહનો મળી ૬૨,૮૮,૪૯૨નો મુદ્દામાલ કબજે લીધો હતો. અન્ય આઠ શખસો મુખ્ય બુટલેગર જુબેર સફીફ મેમણ રહે. વાડી વિસ્તાર વડોદરા નાસી છુટેલા ઈનોવા કારનો ચાલક ઝુબેરનો અન્ય માણસ પાંચ મજુરો સહિતના સામે વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસ પર એસોર્ટના પ્રયાસની ઘટનાથી વડોદરા પોલીસમાં પણ દોડધામ થઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech