રાજકોટમાં સિટી બસ જ અકસ્માત સર્જે છે અને એસટી બસો અકસ્માતો સર્જતી નથી તેવા વખાણ એસટી તંત્ર પચાવી શક્યું નથી અને વખાણી ખીચડી દાઢે ચોંટી ગુજરાતી કહેવતને સાર્થક કરતા રાજકોટ શહેરમાં એસટી તંત્રની ઇલેક્ટ્રિક બસે પણ અકસ્માત સર્જ્યો છે. અલબત્ત અહીં સામે કોઇ વાહન ન હતું પરંતુ ડ્રાઇવરની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો હતો. રાજકોટ- જૂનાગઢ રૂટની ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરએ પી.ડી. માલવીય કોલેજથી ગોંડલ ચોકડી જતા રસ્તામાં વચ્ચે આવતું સ્પીડ બ્રેકર ફૂલ સ્પીડમાં ઠેકાડતા બસમાં બેઠેલા પેસેન્જર્સ ઉછળ્યા હતા અને તેમાં એક મુસાફરને તો કરોડરજ્જુ દબાઇ જતા મણકાનું ફ્રેક્ચર થઇ જતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી ઓપરેશન કરવું પડ્યું હતું. દરમિયાન આ મામલે ડ્રાઇવરને સસ્પેન્ડ કરાયો હોવાનું જાહેર કરાયું છે.
દરમિયાન આ અંગે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત બનાવમાં બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરવા બદલ રાજકોટ-જૂનાગઢ રૂટની ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ઇલેક્ટ્રિક બસની સંચાલક એજન્સી ઇવી ટ્રાન્સને પણ નોટિસ ફટકારી છે. તદઉપરાંત રાજકોટથી ઉપડતી તેમજ આવતી જતી તમામ ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરોને આવા બનાવો ન બને તેની તકેદારી રાખી કાળજીપૂર્વક ડ્રાઇવિંગ કરવા સુચના અપાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત મામલે રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં એસટી બસના ડ્રાઇવર વિરૂધ્ધ ફરિયાદ પણ નોંધાવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech