ટૂંક સમયમાં કચ્છના સફેદ રણ અને દીવના દરિયાકિનારાની મુલાકાતે આવતા પ્રવાસીઓ પણ વન્યજીવોને નિહાળીને આનંદ માણી શકશે. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે, ગુજરાત સરકારના સિંહ અને દીપડાના સફારી પાર્કની સ્થાપ્નાની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ટ્વીન સફારી પાર્ક, દેવલિયા સફારી પાર્કની તર્જ પર વિકસાવવામાં આવનાર છે, જે કચ્છના નારાયણ સરોવર અને ગીર સોમનાથમાં નલિયા-માંડવી (ઉના તાલુકા) ખાતે બનાવવામાં આવશે.મુખ્ય વન સંરક્ષક (વન્યજીવન) નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,
સિઝેડએઆઇએ તેની અંતિમ મંજૂરી આપી દીધી છે. હવે અમે મંજૂરી માટે સુપ્રીમ કોર્ટમાં દરખાસ્ત રજૂ કરીશું કારણ કે આ અભયારણ્યો જંગલની જમીન પર સ્થાપિત થશે. સુપ્રીમ કોર્ટે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે જંગલની જમીનને પ્રાણી સંગ્રહાલય અથવા સફારી પાર્ક તરીકે જાહેર કરવા માટે કોર્ટની પૂર્વ મંજૂરી જરૂરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફોરેસ્ટ ક્ધઝર્વેશન (એમેન્ડમેન્ટ) એક્ટ 2023 હેઠળ જંગલની જમીનને પ્રાણી સંગ્રહાલય અથવા સફારી પાર્ક તરીકે સૂચિત કરવા માટે સર્વોચ્ચ અદાલતની પૂર્વ મંજૂરી જરૂરી છે.
મુખ્ય વન સંરક્ષક (સીસીએફ), કચ્છ, સંદીપ કુમારે જણાવ્યું હતું કે નારાયણ સરોવર સફારી પાર્ક કચ્છમાં પ્રવાસનને વેગ આપશે. તેમાં કચ્છની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ઉપરાંત સિંહો અને દીપડાઓ માટે ડોમ હશે. આ બંને સફારી પાર્ક લગભગ 400 હેક્ટર જંગલની જમીનમાં ફેલાયેલા હશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ચમાં, ગુજરાત સરકારે વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર રાજ્યમાં બહુ-જાતીય સફારી પાર્ક સ્થાપવાનું નક્કી કર્યું હતું. સિંગલ-પ્રજાતિના સફારી પાર્કના પરંપરાગત મોડલથી દૂર જઈને, આ ઉદ્યાનો મુલાકાતીઓને વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓનું પ્રદર્શન કરીને વધુ વૈવિધ્યસભર અને આકર્ષક અનુભવ પ્રદાન કરશે.
સિઝેડએઆઇએ પણ કચ્છના બન્ની વિસ્તારમાં દીપડાઓ માટે સંવર્ધન કેન્દ્ર બનાવવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યના વન વિભાગે માર્ચમાં યુદ્ધના ધોરણે ચિત્તા સંવર્ધન કેન્દ્ર માટે જમીન તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. 500 હેક્ટરથી વધુ વિસ્તારમાં બાંધવામાં આવનાર દીપડાઓ માટેનું આ ભારતનું પ્રથમ કેન્દ્ર હશે, જ્યાં દીપડાના સંવર્ધન વર્તનને ધ્યાનમાં રાખીને સંવર્ધન માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે ખાસ ઓપ્ન-એર આઇસોલેશન એન્ક્લોઝર બનાવવામાં આવી રહ્યા છે. 120 ચોરસ મીટરમાં ફેલાયેલા આવા ત્રણ એન્ક્લોઝર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં એક નર માટે, બીજું માદા માટે અને ત્રીજું ફક્ત તે જોડી માટે હશે જે એકસાથે પ્રજનન માટે તૈયાર હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech