નાઘેડીના વિપ્ર શખ્સ સામે બે ગુના નોંધાયા : ભાણવડ અને જુનાગઢના વેપારીની કુલ 16 ટ્રક બારોબાર સગેવગે કયર્િ : અંદાજે એક કરોડની છેતરપીંડી
જામનગરમાં થોડા સમય પહેલા લોન પર લીધેલા ટ્રકો અંગેનું કરોડોનુ કૌભાંડ સામે આવ્યુ હતું દરમ્યાન ટ્રક ભાડે ચલાવવાના નામે એકાદ કરોડની છેતરપીંડી થયાની બે જુદી જુદી પોલીસ ફરીયાદ નાઘેડીના શખ્સ સામે નોંધાવવામાં આવી છે આ શખ્સે ખાનગી કંપનીમાં ટ્રક ભાડે રાખવાના બહાને લીધેલા ટ્રકો અન્યને વેચી નાખી અથવા ભંગારમાં દઇ દીધાનું બહાર આવ્યુ છે ભાણવડના આહીર યુવાન અને વંથલીના વેપારીએ ફરીયાદો નોંધાવતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે, નાઘેડીના વિપ્ર શખ્સનું પગે પોલીસ દ્વારા દબાવવામાં આવ્યુ છે અને આ શખ્સની વિધિવત ધરપકડ બાદ પુછપરછમાં વધુ કેટલીક ચોકાવનારી વિગતો ખુલવાની પોલીસ સુત્રોએ શકયતા વ્યકત કરી છે.
દ્વારકાના ભાણવડમાં આવેલી મંત્રી સોસાયટીમાં રહેતા ખેતીકામ કરતા રાજેશ નગાભાઇ છેતરીયા (ઉ.વ.35) નામના યુવાને જામનગરના નાઘેડી એકલીંગ પાર્ક બ્લોક નં. 6 ખાતે રહેતા હરેશ ખીમજી ભટ્ટ નામના ઇસમ વિરુઘ્ધ બીએનએસ કલમ 318(4), 323 મુજબ ફરીયાદ નોંધાવી હતી.
વિગત અનુસાર આરોપી હરેશ ભટ્ટે ગત વર્ષમાં ફરીયાદીની ટ્રક નં. જીજે11એકસ-9557 તથા જીજે24વી-1596 ઉપરાંત આરોપીએ ફરીયાદીને વેચેલ ટ્રક નં. જીજે12વાય-6259, જીજે10એકસ-5913, જીજે12વાય-7730, જીજે12ડબલ્યુ-8472, જીજે10એકસ-6700, જીજે4વી-5942, જીજે25ટી-7415, 12 ટાયર ટાટા ટ્રક જીજે11વાય-9480 જે કુલ 10 ટ્રક જેની આશરે કિ. 28.20 લાખ જેટલાની ગાડીઓ જામનગર લાલબંગલા નજીક આવેલ જુની આરટીઓ કચેરી ખાતે ગત તા. 23-8-24ના સમયગાળામાં કરાર કરેલ અને આરોપીએ પોતાના વર્કઓર્ડરમાં ખાનગી કંપનીમાં રાખી ા. 32 હજાર એક ટ્રકના માસીક ભાડા પેટે નકકી કયર્િ હતા.
બે મહીના ફરીયાદી રાજેશભાઇને ભાડુ ચુકવેલ તેમજ ઉપરોકત ટ્રકો કયાંક છુપાવી દીધેલ કે પછી ફરીયાદીની જાણ બહાર બારોબાર ભંગાર બજારમાં વેચી નાખેલ હોય આમ ફરીયાદી સાથે તેમજ અન્ય વ્યકિત પંકજગીરી ભાવગીરી અપરનાથી જેઓના ટ્રક નં. જીજે24વી-1596 તથા જીજે11વાય-9480 અને જીજે25ટી-7415ના ટ્રક આરોપીને ભાડેથી તેના વર્ક ઓર્ડરમાં ચલાવવા રાખેલ હોય આ પંકજગીરીના ભાઇ કૌશીકગીરી અમૃતગીરી અપરનાથી જેઓનો ટ્રક જીજે14એકસ-8577નો ટ્રક 5ણ આરોપીને ભાડેથી ચલાવવા રાખેલ હોય જેઓના ટ્રક પણ બારોબાર વેચી નાખી કે ભંગારમાં કપાવી નાખેલ હોય આ રીતે ફરીયાદી તથા સાહેદો સાથે છેતરપીંડી-ઠગાઇ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જુનાગઢના વંથલી તાલુકાના ખુંભડી ગામના વેપારી રાહુલગીરી પ્રવિણગીરી મેઘનાથી નામના બાવાજી યુવાને ગઇકાલે પંચ-બીમાં નાઘેડી રિસોર્ટ પાછળ એકલંકી પાર્ક ખાતે રહેતા હરેશ ખીમજી ભટ્ટની વિરુઘ્ધ છેતરપીંડી કયર્નિી ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે આરોપી હરેશ ભટ્ટે ફરીયાદી તથા સાહેદોને વિશ્ર્વાસમાં લઇને છેતરપીંડી કરી છે, ગત તા. 20-10-24થી આજ સુધીના સમયગાળા દરમ્યાન રાજકોટ ખંભાળીયા હાઇવે મોરકંડા પાટીયા પાસે બનાવ બન્યાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યુ છે ફરીયાદી રાહુલગીરીના માલીકીના બે ટ્રક કિ. 22 લાખ તથા ટ્રકમાં ટેન્કર બેસાડવા ા. 1.90 લાખ અને ટ્રકમાં લગાવેલ સિકંજો કિ. 70 હજાર મળી ફરીયાદી સાથે કુલ 24.60 લાખ અને ત્રણેય સાહેદો પાસેથી કુલ ા. 38.05 લાખ મળી કુલ 62.65 લાખનો વિશ્ર્વાસઘાત-છેતરપીંડી આચરી હતી.
આ ફરીયાદના આધારે સીટી-એ પીઆઇ ચાવડાની સુચનાથી પીએસઆઇ રામાનુજ તપાસ ચલાવી રહયા છે જયારે અન્ય ફરીયાદની તપાસ પંચકોશી-બીના પીઆઇ રાઠોડની સુચનાથી પ્રો. પીએસઆઇ રોયલા અને સ્ટાફ ચલાવી રહયા છે પોલીસે આ ફરીયાદ અનુસંધાને આરોપીનુ પગે દબાવ્યુ છે. એવી પણ વિગત જાણવા મળી છે કે આરોપી દ્વારા કંપનીમાં ટ્રક રાખવાના બહાને લઇ ગયો હતો અને બારોબાર વેચી નાખ્યા હતા. એકને એક ટ્રક બે વ્યકિતને દીધાનું પણ તપાસમાં સામે આવ્યું છે, આરોપીની ધરપકડ થયા બાદ વધુ કેટલીક ચોકાવનારી વિગતો સામે આવશે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહીનાઓ પહેલા લોન પર લીધેલા ટ્રકોનું કરોડોનું કૌભાંડ સામે આવ્યુ હતું જેમાં તબકકાવાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. દરમ્યાન વધુ એક ટ્રક વેચી નાખવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech