બિલાડીને દૂધનું રખોપુ કરવાનું કહેવામાં આવે તો રખોપુ કરનાર બિલાડી જ દૂધ પી જાય એ સ્વાભાવિક વાત છે, કદાચ આ વાતથી અમરેલીનું મામલતદાર તત્રં વાકેફ નહીં હોય તેમ નોંધાયેલી ફરિયાદ જોતા લાગી રહ્યું છે. અમરેલી મામલતદાર દ્રારા ૨૯–૮ના રોજ રોકડીયાપરા નજીક આવેલા ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં સરકારી ઘઉં–ચોખાનો બિન અધિકૃત જથ્થો મળી આવતા જથ્થો અને ગોડાઉન સીઝ કરી ગેર કાયદેસર જથ્થો રાખી વેંચનાર સાહિર રહીમભાઈ મેતર (રહે–અમરેલી)ના સામે કાર્યવાહી કરી હતી અને સીઝ કરવામાં આવેલો જથ્થો યથાસ્થિતિ મુજબ રાખવા માટેનું જણાવ્યુ હતું. આ પરંતુ આરોપી સાહિર મેતરએ સીઝ કરવામાં આવેલા ગોડાઉનના શટરનો ભાગ તોડીને અંદર સીઝ કરવામાં આવેલો ઘઉં ચોખાના જથ્થાની ચોરી કરી એની જગ્યાએ ચોખાની નાની નાની કણના બાચકા મૂકી સરકાર સાથે છેતરપીંડી કરતા શખ્સ સામે અમરેલી તાલુકા મામલતદાર જી.જી. બાવીસીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનસીની કલમ .૩૧૬(૩), ૩૩૧(૪), ૩૩૧(૩), ૩૨૪(૩) તથા આવશ્યક ચિજવસ્તુ અધિનિયમ–૧૯૫૫ ની કલમ–૭ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અમરેલી મામલતદાર અને પુરવઠાની ટીમે ૬૨૫૦ કિલો ચોખા અને ૫૦૦ કિલો ઘઉં મળી કુલ .૨,૬૨,૨૫૦નો મુદામાલ ઝડપી પાડી ગોડાઉન માલીક સુરેસ ઘોઘાભાઈ મકવાણાને પુછપરછ કરતા આ જથ્થો સાહિર રહીમભાઈ મેતરનો હોવાનું ખુલ્યું હતું. તંત્રની તપાસમાં સાહિરે આ જથ્થો શેરીના ફેરિયાઓ પાસેથી નીચા ભાવે લઇ ઉંચા ભાવે વેચાણ કરવા માટે સંગ્રહ કર્યેા હતો. આ અંગેનો કેસ કલેકટરમાં ચાલતો હોય અને સાહિરને ખુલાસાઓ અને પુરાવા આપવા માટે બે નોટિસ પણ મોકલી હતી પરંતુ કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. સીઝ કરવામાં આવેલો જથ્થો સરકારી ગોડાઉનમાં રોટેશન માટે મુકવા જવાનો હોવાથી સ્થળ પર જતા શટરનો અડધો ભાગ અલગ લાગ્યો હતો આથી અંદર જોતા સીઝ કરવામાં આવેલો જથ્થો પણ ન હોવાનું અને તેની જગ્યા એ ચોખાના કણ મૂકી દેવામાં આવ્યાનું જોવા મળ્યું હતું. મામલતદારની ફરિયાદના આધારે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરીછે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : યુદ્ધની પરિસ્થિતિના પગલે પોલીસ સતર્ક થઈ
May 09, 2025 12:13 PMજામનગર: ખાનગી મિલમાં યુવકનું નિપજ્યું મોત
May 09, 2025 12:10 PMતાલાલા પંથકમાં બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાનો માહોલ
May 09, 2025 11:55 AMભાવનગરમાં પાંચ શખસોએ કરી યુવાનની સરાજાહેર કરપીણ હત્યા
May 09, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech