બિહારના વહીવટી વિભાગ તરફથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બિહાર કેડરના વરિષ્ઠ IPS અધિકારી શિવદીપ લાંડેએ રાજીનામું આપી દીધું છે. પૂર્ણિયા રેન્જના આઈજી શિવદીપ લાંડેએ સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાહેરાત કરી છે.
IAS અધિકારીઓ સંજીવ હંસ અને ગુલાબ યાદવ પર ધરપકડની તલવાર, અપ્રમાણસર સંપત્તિ સાથે ગેરકાયદેસર સંબંધો છુપાવવા પૈસા આપવા બદલ FIR, શિવદીપ લાંડેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, મારા પ્રિય બિહાર, છેલ્લા 18 વર્ષથી સરકારી પદ પર સેવા આપ્યા બાદ આજે મેં આ પદ પરથી રાજીનામું આપ્યું છે. આટલા વર્ષોથી મેં બિહારને મારી અને મારા પરિવારથી ઉપર માન્યું છે. સરકારી કર્મચારી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન જો કોઈ ભૂલ થઈ હોય તો હું તેની માફી માંગુ છું.
આજે મેં ભારતીય પોલીસ સેવા (IPS)માંથી રાજીનામું આપ્યું છે પરંતુ હું બિહારમાં જ રહીશ અને ભવિષ્યમાં પણ બિહાર જ મારું કાર્યસ્થળ રહેશે.
જય હિન્દ.
કોસી વિસ્તારના IG શિવદીપ લાંડેના રાજીનામા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. બિહારના 'સુપરકોપ' ઓફિસર શિવદીપ લાંડે મૂળ મહારાષ્ટ્રના છે. તેમના લગ્ન રાજકીય પરિવારમાં થયા છે. તેમના સસરા વિજય શિવતારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને પુણેના પુરંદરના ધારાસભ્ય છે. લાંડેની પત્ની ડૉક્ટર છે અને મહારાષ્ટ્રમાં ફરજ બજાવે છે. એવું માનવામાં આવે છે કે લાંડે મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રવેશ કરી શકે છે અને વિધાનસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech