દેશના સામાન્ય બજેટની રજૂઆત બાદ આજે શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું. બજેટમાં કરવામાં આવેલી બધી મોટી જાહેરાતોની અસર દેખાવાની અપેક્ષા હતી, પરંતુ તે જોવા મળી ન હતી, સેન્સેકસ અને નિટી બંને સૂચકાંકો ભારે ઘટાડા સાથે ખુલ્યા. એક તરફ ખુલતાની સાથે જ બીએસઈ સેન્સેકસ ૭૫૦ પોઈન્ટ ગગડો, યારે એનએસઈ નિટીમાં પણ ૨૬૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
મોદી સરકારે સામાન્ય બજેટમાં કરેલી અન્ય મોટી જાહેરાતો, જેમાં ૧૨ લાખ પિયા સુધીની આવકને કરમુકત કરવાનો સમાવેશ થાય છે, તેની અસર બજારમાં જોવા મળી ન હતી. બીજી તરફ, યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની અસર વૈશ્વિક બજારની જેમ ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે.
૩૦ શેરો ધરાવતો બોમ્બે સ્ટોક એકસચેન્જ સેન્સેકસ બજેટના દિવસે ૭૭,૫૦૫.૯૬ના બધં સ્તરની તુલનામાં ૭૭,૦૬૩.૯૪ પર ખુલ્યો અને ટ્રેડિંગની થોડી મિનિટોમાં જ, ઇન્ડેકસ ૭૫૦ થી વધુ પોઈન્ટ ઘટીને ૭૬,૭૨૪.૦૫ પર પહોંચી ગયો. સેન્સેકસની જેમ નિટીમાં પણ ખુલતાની સાથે જ મોટો ઘટાડો જોવા મળ્યો. એનએસઈ નિટી તેના અગાઉના બધં ૨૩,૪૮૨.૧૫ ની સરખામણીમાં ૨૩,૩૧૯ ના સ્તરે ખુલ્યો અને થોડી જ વારમાં તે ૨૬૦ પોઈન્ટથી વધુ ઘટીને ૨૩,૨૭૯.૧૫ પર આવી ગયો.
શનિવારે, બજેટના દિવસે શેરબજાર ખુલ્લું હતું, પરંતુ સેન્સેકસ અને નિટી દિવસભર એકદમ નીરસ ટ્રેડ થયા રહ્યા અને અંતે લેટ લેવલે બધં થયા. બીએસઈ સેન્સેકસ ૭૭,૬૩૭ પોઈન્ટ પર ખુલ્યો અને ટ્રેડિંગના અંતે, તે ૫.૩૯ પોઈન્ટના નજીવા વધારા સાથે ૭૭,૫૦૬ પર બધં થયો. બીજી તરફ, એનએસઈ નિટી ૨૬.૨૫ પોઈન્ટ ઘટીને ૨૩,૪૮૨.૧૫ પર બધં થયો. પરંતુ નિષ્ણાતો આશા રાખી રહ્યા હતા કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્રારા બજેટમાં કરવામાં આવેલી મોટી જાહેરાતો અને વિવિધ ક્ષેત્રો માટે કરવામાં આવેલી ફાળવણીની અસર જોવા મળી શકે છે.
એક તરફ, બજેટ ૨૦૨૫ માં કરવામાં આવેલી જાહેરાતોની અસરને કારણે શેરબજારમાં તેજી આવવાની ધારણા છે, તો બીજી તરફ ગ્લોબલ માર્કેટ બજારનો મૂડ બગાડી રહ્યા હોય તેવું લાગે છે. યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેકિસકો અને ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. યુએસ ટેરિફ વોર પછી, વિશ્વભરના બજારોમાં ઘટાડો થઇ રહ્યો છે. યુએસ બજારનો મુખ્ય ઇન્ડેકસ ડાઉ યુચર્સ ૫૫૦ પોઈન્ટના ઘટાડા સાથે બધં થયો, યારે ડાઉ જોન્સ ૩૩૭ પોઈન્ટના ઘટાડા સાથે બધં થયો, એસ એન્ડ પી પણ ૩૦.૬૪ પોઈન્ટના ઘટાડા સાથે બધં થયો, યારે નાસ્ડેક પણ ૫૪ પોઈન્ટના ઘટાડા સાથે બધં થયો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech