સોરઠમાં ભેળસેળ અને ડુપ્લીકેટ ચીજો ધાબડી લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા આરોગ્ય સાથે છેડા આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ભેળસેળિયા તત્વો ખુલ્લ ેઆમ વેચતા હોવા છતાં ફડ એન્ડ ડ્રગ વિભાગ સબ સલામત હોવાના દાવા કરવામાં આવે છે. ત્યારે મુંબઈના યુવકે વિસાવદરના વેપારી સાથે મિલી ભગત કરી સાબદે વજીરે કંપની મહારાષ્ટ્ર્ર નામના બીડીની કંપનીના ટ્રેડમાર્ક જેવા ડુપ્લીકેટ રેપર બનાવી તેમાં રાજકમલ અને સાબદે (સંભાજી) બનાવટી બીડીનો જથ્થો ઝડપાયો હતો જેથી કંપનીના નામે ડુપ્લીકેટ બીડીનું વેચાણ કરી આર્થિક નુકસાન કર્યા અંગે વિસાવદરના સોપારીના વેપારી સહિત બે સામે બીડીની કંપનીના ફિલ્ડ ઓફિસરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનહો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વિસાવદર પોલીસ માંથી પ્રા વિગત મુજબ વિસાવદરના સરદાર ચોક વિસ્તારમાં રહેતા અને મૂળ મહત્પવા પંથકના વેપારી મધુભાઈ ભાણાભાઈ હડિયા તેની જય ખોડીયાર સોપારી નામની દુકાનમાં રાજકમલ અને સાબદે (સંભાજી) ડુપ્લીકેટ બીડીનું વેચાણ કરતા હોવાનો પર્દાફાશ થયો હતો. પ્રા વિગત મુજબ મધુભાઈ હડિયા મુંબઈના ગોપાલ ચિંટા સાથે મિલીભગત કરી વેરાવળના જીતેન્દ્ર બાલકિશન જેઠવાની મહારાષ્ટ્ર્રની બીડીની ઉત્પાદક કંપનીને નુકસાન કરવાના ઇરાદે રાજકમલ અને સાબદે (સંભાજી) બીડીના કંપનીના લેબલો તેમજ ટ્રેડમાર્ક જેવા રેપર બનાવી મુંબઈના યુવક દ્રારા તેમાં ડુપ્લીકેટ બીડીનો જથ્થો રાખી વિસાવદરના સોપારીના વેપારીને વેચાણ અર્થે આપતા હતા. સમગ્ર બનાવમાં કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્રભાઈ જેઠવા એ ઐંડાણપૂર્વક ની તપાસ કરી પોલીસને સાથે રાખી કાર્યવાહી તથા વિસાવદરના વેપારીની સોપારીની દુકાનમાંથી ડુપ્લીકેટ બીડી ના અંદાજિત સાત કાર્ટુન ડુપ્લીકેટ બીડી નો જથ્થો મળી આવ્યો હતો .જેથી વેપારી અને મુંબઈના યુવક બંને સામે કંપનીને નુકસાન કરવાના ઇરાદે બ્રાન્ડના લેબલો ડુપ્લીકેટ છપાવી અને તેમાં ડુપ્લીકેટ બીડીનો જથ્થો નાખી આર્થિક નુકસાન કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ એલસીબી પીઆઈ પટેલે હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૈષ્ણો દેવી દરબારમાં પહેલગામ હુમલા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો
May 12, 2025 10:18 AMઆઈપીએલ 16 કે 17 મેના રોજ ફરી શરૂ થવાની શક્યતા
May 12, 2025 10:15 AMયુદ્ધવિરામનું શું થશે? આજે ભારત અને પાકિસ્તાનના DGMO ફરી હોટલાઇન પર વાત કરશે
May 12, 2025 09:46 AMLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech