ભારતના 80 વિમાને વેર્યો વિનાશ: શાહબાઝ શેખી, સ્વીકાર્યું કે તેમની સેનાને આ હુમલાની ગુપ્ત માહિતી હતી જ, છતાં સંયમ જાળવ્યો

  • May 08, 2025 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સંસદના સત્રને સંબોધતા, શાહબાઝ શરીફે દાવો કર્યો હતો કે મંગળવારે રાત્રે થયેલા હુમલામાં 80 ભારતીય વિમાનો સામેલ હતા.પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી મોટો હુમલો કર્યો. જેમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 90 થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ભારતના આ હુમલાના ઘણા કલાકો પછી પણ પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ ભારત દ્વારા કરવામાં આવેલા વિનાશનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે આ હુમલામાં 80 ભારતીય વિમાનો સામેલ હતા.


અમે કોઈ પણ હુમલા માટે તૈયાર:શરીફની શેખી

પાકિસ્તાની પીએમ શરીફે કહ્યું કે પાકિસ્તાની સેના કોઈપણ હુમલાનો સામનો કરવા માટે તૈયાર છે. જો કે, તેની વાસ્તવિકતા એ વાત પરથી જાણી શકાય છે કે ભારતે કોઈ પણ સમસ્યા વિના થોડીવારમાં મિસાઈલ હુમલા કરીને ઘણા પાકિસ્તાની ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા અને પાકિસ્તાન ફક્ત જોતું રહ્યું. આ હુમલામાં જૈશના વડા મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો પણ માર્યા ગયા હતા. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે સંસદના સત્રને સંબોધતા શાહબાઝે દાવો કર્યો હતો કે, ગઈકાલે રાત્રે થયેલા હુમલામાં 80 ભારતીય વિમાનો સામેલ હતા. શરીફે વધુમાં કહ્યું કે તેમની સેનાને ભારતની યોજનાઓ વિશે અગાઉથી ગુપ્ત માહિતી હતી. શાહબાઝે કહ્યું, "આપણા સશસ્ત્ર દળો 24 કલાક હાઈ એલર્ટ પર છે અને માતૃભૂમિની રક્ષા માટે તૈયાર છે.


પારદર્શક આંતરરાષ્ટ્રીય તપાસની માંગણી

શરીફે કહ્યું કે પાકિસ્તાને પહેલગામ હુમલાની પારદર્શક આંતરરાષ્ટ્રીય તપાસની ઓફર કરી છે. દરમિયાન, નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું કે ભારતના હુમલા છતાં, પાકિસ્તાને સંયમ જાળવી રાખ્યો. અગાઉ, શેહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ ની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, તમામ સેવા વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application