પાલીતાણા ખાતે પ્રતિ વર્ષની માફક શત્રુંજય ગિરિરાજની ફાગણ સુદ તેરસની છ' ગાઉની યાત્રા યોજાશે. જેમાં એક લાખ જેટલા ભાવિકો યાત્રા કરી પુણ્યનું ભાથું બાંધશે.
પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ તા.૨૩ને શનિવારે ફાગણ સુદ તેરસના રોજ પાલીતાણામાં શેત્રુંજય તીર્થ ખાતે છ ' ગાવની યાત્રા યોજાશે.જેમાં એક લાખ જેટલા ભાવિકો યાત્રા કરી પુણ્યનું ભાથુ બાંધશે.વહેલી સવારથી જ ભાવિકો યાત્રાનો પ્રારંભ કરશે.
ભાવિકોપાલીતાણા શહેરમાં આવેલ તળેટીથી પ્રારંભ કરીને ગિરિરાજ ઉપર દાદા આદેશ્વર ભગવાનના દર્શન કરી પાછળની બાજુ એટલે કે ઉલ્લખાજલ, ચંદન તલાવડી ,ભાડવા ડુંગર પર રહેલ ચરણ પાદુકાના દર્શન કરી પાછા આદપુર ગામમાં આવેલા સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ કરશે.
સિદ્ધવડ ખાતે ૯૬ પાલનું આયોજન કરાયું છે.જેમાં ભાવિકોને ઢેબરા , દહીં,ફળ,સુકામેવા વગેરે પીરસવામાં આવશે.જેનો બહોળી સંખ્યામાં ભાવિકો ધર્મલાભ લેશે.
પાલીતાણા આદપુર જૈન તીર્થ ખાતે તા.૨૩.૩.૨૦૨૪ને શનિવારના રોજ છ ગાવ યાત્રા (ઢેબરા તેરસ) મેળો યોજાનાર છે ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લા સહિતના અનેક જિલ્લાઓમાંથી યાત્રાળુઓ છ ગાવ યાત્રા એ આવતા હોય છે ત્યારે તેઓને સરળતાથી અવર જવર કરી શકે તે માટે ભાવનગર ડિવિઝન એસ.ટી.વિભાગ દ્વારા વિશેષ ભાડા સાથે આશરે ૪૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે.
તા.૨૩ થી મેળો પૂર્ણ થાય ત્યા સુધીના સમયગાળા દરમ્યાન એસ.ટી.વિભાગ દ્વારા બસોનું સંચાલન કરાશે. જેનો તમામ યાત્રિકોએ આ વિશેષ સુવિધાઓનો લાભ લેવા ભાવનગર એસ. ટી. ડીવીઝન દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech