સાઉથ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની જાણીતી પ્લેબેક સિંગર અને સોન્ગરાઇટર કલ્પના રાઘવેન્દ્ર વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે સિંગરે પોતાના ઘરે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. હાલમાં તે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિંગરે આત્મહત્યા કરવાની કેમ કોશિશ કરી તેનું કારણ સામે આવ્યું નથી.
સિંગરના સિક્યોરિટીએ જણાવ્યા અનુસાર, તેનું ઘર બે દિવસ સુધી ખોલવામાં આવ્યું ન હતું, ત્યારબાદ એસોસિએશનના સભ્યોને જાણ કરવામાં આવી હતી. રેસિડેન્ટ્સ એસોસિએશને કલ્પના વિશે પોલીસને જાણ કરી, પછી પોલીસ દરવાજો તોડીને સિંગરના ઘરમાં પ્રવેશી. પોલીસને કલ્પના બેભાન હાલતમાં મળી આવી હતી, ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. સિંગરના આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે,પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
અહેવાલો અનુસાર સિંગરની હાલત હવે સ્થિર છે અને તે હાલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સિંગરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો પતિ ઘરે નહોતો અને તે ચેન્નાઈમાં હતો. કલ્પના રાઘવેન્દ્ર એક ભારતીય પ્લેબેક સિંગર છે. તે સાઉથ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તેણે વર્ષ 2010માં રિયાલિટી શો સ્ટાર સિંગર મલયાલમ જીત્યો હતો. કલ્પનાના પિતા ટી.એસ. રાઘવેન્દ્ર એક પ્લેબેક સિંગર પણ હતા જેમણે મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કર્યું હતું.
કલ્પના વિશે વાત કરીએ તો, તેણે 5 વર્ષની નાની ઉંમરે ગાયકી કારકિર્દીની શરૂઆત કરી હતી. 2013 સુધીમાં તેમણે લગભગ 1500 ટ્રેક રેકોર્ડ કર્યા હતા. તેમણે ભારત અને વિદેશમાં 3000થી વધુ સ્ટેજ શો કર્યા છે. વર્ષોથી, તેણે ઘણા દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું છે, જેમાં ઇલૈયારાજા અને એ.આર. રહેમાન જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMત્રીજા દિવસે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદથી પાણી ભરાયા
May 07, 2025 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech