નવી દિલ્હીમાં આજે ઓલિમ્પિક ખેલાડીઓ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે. હરિયાણા વિધાનસભા ચુંટણીમાં વિનેશને જુલાનાથી ટિકિટ મળી શકે છે. વિનેશ અને બજરંગ નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ મળ્યા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશે કહ્યું હતું કે, કેટલીકવાર સખત મહેનતનું ફળ અન્ય ક્ષેત્રોમાં પણ મળે છે.
કોંગ્રેસમાં જોડાતા પહેલા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા મલ્લિકાર્જુન ખડગેને તેમના દિલ્હીના નિવાસસ્થાને મળ્યા હતા. મીટિંગ બાદ ખડગેએ પોતાના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો અને લખ્યું, 'ચક દે ઈન્ડિયા, ચક દે હરિયાણા'. મલ્લિકાર્જુન ખડગેએ આગળ લખ્યું કે અમને તમારા બંને પર ગર્વ છે.
વિનેશે કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. જ્યારે અમને રસ્તા પર ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે ભાજપ સિવાય તમામ પક્ષો અમારી સાથે હતા. મને ગર્વ છે કે હું એક એવી પાર્ટીમાં જોડાઈ છું જે મહિલાઓની સાથે છે અને 'શેરીઓથી સંસદ સુધી' લડવા માટે તૈયાર છે.
કોંગ્રેસમાં સામેલ થવા પર વિનેશ ફોગાટે કહ્યું કે હું દેશની દીકરીઓ માટે અવાજ ઉઠાવીશ. ખરાબ સમયમાં તમને ખબર પડે છે કે કોણ તમારી સાથે છે અને કોણ નથી. જ્યારે અમે વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અમને સમર્થન આપ્યું ન હતું પરંતુ આજે હું એક નવી શરૂઆત કરી રહી છું.
આજરોજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આ પ્રસંગે પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ, પાર્ટીના નેતા પવન ખેડા, હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાન અને AICC હરિયાણાના પ્રભારી દીપક બાબરિયા હાજર હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMભારત પાક યુદ્ધ પરિસ્થિતિ જામનગર ટાઉન હોલ વિસ્તારમાં વાગ્યું સાયરન
May 10, 2025 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech