પ્રથમ વખત શહેરના આંગણે સિંધી સમાજમાં ખેતવાણી પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ: આયોજક પરિવાર દ્વારા ભાગવતાચાર્યના હસ્તે કરાયું સન્માન: આરતી કરી, પોથીનું પૂજન કર્યું : કૃષ્ણ જન્મોત્સવના પ્રસંગ વખતે રાસલીલામાં તરબોળ થયા: ખેતવાણી પરિવાર અને સિંધી સમાજના લોકો દ્વારા ઉમળકાભેર આવકાર અપાયો...
જામનગરમાં સિંધી સમાજમાં પ્રથમ વખત રાજલક્ષ્મી બેકરી ગ્રુપ દ્વારા ખેતવાણી પરિવારના પિતૃઓના મોક્ષાર્થે તા. 31 થી શરુ થયેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ગઇકાલે આજકાલના ધરોહર અને મોભી શ્રી ધનરાજભાઇ જેઠાણીએ વિશેષ હાજરી આપી હતી, આરતી-પોથી પૂજનની વિધિમાં ભાગ લીધો હતો, આયોજક પરિવાર દ્વારા ભાગવતાચાર્યના હસ્તે ધનરાજભાઇનું વિશેષ સન્માન કરાયું હતું, કથા દરમ્યાન કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો ત્યારે ભાવ-વિભોર થઇને તેઓ રાસલીલામાં પણ તેઓ તરબોળ થયા હતા, રાજકોટથી ખાસ ભાગવત સપ્તાહમાં હાજરી આપવા તેઓ અહીં આવ્યા હોવાથી આયોજક પરિવાર અને સિંધી સમાજના આગેવાનો દ્વારા ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.
રાજકોટથી કથામાં હાજરી આપવા ખાસ પધારેલા ધનરાજભાઇ જેઠાણીની ભાગવત સપ્તાહના આયોજક રાજલક્ષ્મી બેકરીવાળા નરેન્દ્રભાઈ ચંચંલદાસ ખેતવાણી (પપ્પુભાઈ) તથા ઉધવદાસભાઇ ભુગડોમલ, બિહારીભાઇ ખેતવાણી, જીતેન્દ્રભાઇ ખેતવાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, તેઓ ત્યાંથી સીધા કથા સ્થળે પહોંચ્યા હતા, બપોરથી લઇને મોડી સાંજ સુધી હાજરી આપી હતી અને કથાના વિવિધ પ્રસંગોમાં ભાગ લઇને ભાવ-વિભોર થયા હતા.
એવું કહેવામાં આવે છે કે, ભાગવત કથા સાંભળીને, વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ થાય છે અને તે ભગવાનની ભક્તિ માટે સમર્પિત થાય છે. હિન્દુ શાસ્ત્રો અને પૌરાણિક કથાઓમાં, ભાગવત કથાને સાંભળવાના મહિમાનું વર્ણન પણ છે. ભાગવત સપ્તાહનું આયોજન પ્રથમ વખત જામનગરમાં સિંધી સમાજના ખેતવાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
આ ભાગવત સપ્તાહમાં, આજકલના મોભી શ્રી ધનરાજભાઇ જેઠાણી ખાસ કરીને પરિવારના સભ્યો સાથે, ભક્તિનો રસ માણ્યો હતો. તેમના સિવાય, સ્થાનિક આણંદાબાવા ટ્રસ્ટના પરમ પૂજ્ય દેવપ્રસાદજી મહારાજએ પણ ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી. ભાગવત સપ્તાહના ચોથા દિવસે શ્રીકૃષ્ણની જન્મોત્સવની ઉજવણીના સમાપન અને આરતી પછી શ્રી ધનરાજભાઇ જેઠાણી કથા વાચક પ.પૂ. શ્યામભાઇ ઠાકરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ભાગવત કથા જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સની સામે જામનગર-રાજકોટ રોડ પર સ્થિત સ્ટાર પાર્ટી પ્લોટ પર થઈ રહી છે. તા. 31-12 2024,મંગળવારથી આ ભાગવત કથા શરૂ થઈ છે, જેનો સોમવાર તા. 06-01-2025 એ સમાપન થશે. સવારે 9:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી અને બપોરે 3:30 થી સાંજે 6:00 વાગે સુધી, કથાનું રસપાન પરમ પૂજ્ય ભાગવતાચાર્ય શ્યામભાઇ ઠાકર (પોરબંદર વાલા) દ્વારા કરાવામાં આવે છે. દરરોજ કથાના સમાપન પછી ભોજન-પ્રસાદીનું પણ બંને સમયે આયોજન કરવામાં આવી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો ભાગવત સપ્તાહ સાંભળવા તેમની હાજરી આપી રહ્યા છે, આમ તો આ આયોજન સિંધી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ દરેક સમાજના લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે.
આ ભાગવત સપ્તાહમાં અત્યાર સુધીમાં પોથી યાત્રા, નરસિંહા જન્મ, વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મનું આયોજન થયેલ છે, હવે ગોવર્ધન ઉત્સવ અને શ્રી ક્ષ્મણિ વિવાહ સાથે કથાનો વિરામ થશે.
ભાગવત સપ્તાહના આયોજક રાજલક્ષ્મી બેકરીવાળા નરેન્દ્રભાઈ ચંચંલદાસ ખેતવાણી (પપ્પુભાઈ) એ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પહેલી વાર સિંધી સપ્તાહનું આયોજન તેમના દ્વારા જામનગરમાં કરવામાં આવ્યું છે. તેઓ લાંબા સમયથી સિંધી સમાજ તરફથી ભાગવત સપ્તાહનું આયોજન કરવાનો વિચાર કરી રહ્યા હતાં, પરંતુ વર્ષ 2024 ના અંતમાં અને વર્ષ 2025 ની શરૂઆતની વચ્ચે તેમની ઇચ્છા પૂરી થઈ છે.
આ સમગ્ર ભાગવત સપ્તાહની વ્યવસ્થા સંભાળીને અને ખભ્ભેથી ખભો મીલાવીને તેમના મિત્ર રમેશભાઈ ગઢવી, વિજયભાઇ ગઢવી, અમિતભાઇ અનડકટ અને મનોજભાઇ અમલાણી તેમનો સાથ આપી રહ્યા છે. આ લોકો હેઠળની આખી ટીમ આ ભાગવત સપ્તાહના આયોજનને સફળ બનાવી રહી છે. નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, આગામી રવિવારે, આણંદાબાવા સંસ્કૃત પાઠશાળાના 121 ઋષિ કુમાર આ આયોજનમાં ભાગીદાર બનીને કથાનું પઠન કરશે, તે સમયે આયોજનની ચમક જોવા જેવી હશે.
ભાગવત કથાના 18 હજાર શ્ર્લોકો, 335 અધ્યાય અને 12 સ્કંધનું જ્યારે વાંચન થાય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે, સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ ભક્તો સમક્ષ તેમની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે હાજર રહે છે. સાત દિવસની ભાગવત કથાને સપ્તઋષિઓના સાત જ્ઞાનના દિવસોનું પ્રતીક માનવામાં આવે છે, આ કથા 7 લોકોના રહસ્યો અને જીવનના વિવિધ પાસાઓને પ્રતિબિંબિત કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમસ્કની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ લોન્ચ કરવાની મંજૂરી અપાઈ
May 08, 2025 10:21 AMજામનગરના એક યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયો
May 08, 2025 10:17 AMજમીન સંપાદન માટે વળતર સમાનતા અને ન્યાય દ્વારા નિર્દેશિત હોવું જોઈએ: સુપ્રીમ કોર્ટ
May 08, 2025 10:16 AMઅમદાવાદમાં 9 સ્થળોએ ઈડીના દરોડા, 2 કરોડનું બેંક ભંડોળ ફ્રીઝ
May 08, 2025 10:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech