છેલ્લા કેટલાક સમયથી ચીનમાં ભારે ચર્ચા સાથે વિવાદમાં આવી ગયેલા વાયરસ હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) ના કેસો હવે ભારત સાથે ગુજરાતમાં પણ આવી ચૂક્યા છે. ત્યારે આ વાયરસ કોરોનાની જેમ ગંભીર અને જીવલેણ ન હોવાના ચિત્ર વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં ખાસ તૈયારીઓ આદરવામાં આવી છે.
આ મુદ્દે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. કેતન ભારથીએ જણાવ્યું હતું કે એચએમપીવી વાયરસ સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવો વાયરસ છે. વર્ષ 2001 થી આ વાયરસની ઓળખ થઈ ચૂકી છે. ત્યારે આ મુદ્દે લોકોને સાવચેત રહેવા તેમજ આ રોગ સામે રક્ષણ મેળવવા સરકારની ગાઈડલાઈન મુજબ સાવચેતી કેળવવા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની રહે તે માટે જરૂરી પગલાં લેવા અનિવાર્ય છે.
આટલું જ નહીં, સંભવિત રીતે આ રોગના આગામી દિવસોમાં આવનારા કેસો સામે આગોતરા આયોજન રૂપે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 10 બેડ તૈયાર કરાયા છે. આ સાથે અહીં વેન્ટિલેટર, ઓક્સિજન, જરૂરી દવાઓનો સ્ટોક પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો હોવાનું હોસ્પિટલના મુખ્ય અધિકારી ડો. ભારથીએ વધુમાં ઉમેર્યું છે.
ચીનમાં ભારે ભયનો માહોલ પ્રસરાવી ચૂકેલા હ્યુમન મેટાન્યુમોવાઈરસ સામે લડત આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ છે તેવું ચિત્ર હાલ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech