વડોદરાના દરજીપુરામાં મોડીરાત્રે દારૂના ચાલતા કટિંગ પર SMCની ટીમ રેડ કરવા ગઈ ત્યારે સામેથી કેટલાકા લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં SMC ટીમના કેટલાક કર્મચારીઓને ઇજા થઈ હતી. SMCના PIએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલ આ મામલો હરણી પોલીસ મથકે પહોંચ્યો છે. હરણી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
SMCના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, 28 ડિસેમ્બરની મોડીરાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દરજીપુરા ગામમાં દારૂના કટિંગ પર રેડ કરી હતી. આ દરમિયાન બુટલેગરોએ SMC ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં એસએમસીના પીઆઇ આર. જી. ખાટે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાંની સાથે 6થી 7 બુટલેગર ફરાર થઈ ગયાં હતાં.
કુખ્યાત બુટલેગર સહિત પાંચ વોન્ટેડ
આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બટલેગરની ધરપકડ કરી છે. સાથે જ એક ફોર્ચ્યુનર કાર, એક કન્ટેનર અને અંદાજીત 22 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ઘટનામાં કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીઓ અને મુદ્દામાલને હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. આગળની તપાસ હરણી પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં ગેસ લાઈન વિસ્ફોટ: ત્રણ ભડથું, એક ગંભીર
May 07, 2025 03:21 PMઆ તો થવાનું જ હતું, દેશ માટે આ ગર્વની ક્ષણ: પીએમ મોદી
May 07, 2025 03:18 PMસિંધુથી સિંદુર સુધી 5 દિવસમાં ભારતની 15 કાર્યવાહી, વાંચો પાકિસ્તાન સામે શું એક્શન લીધા
May 07, 2025 03:14 PMતમામ અર્ધલશ્કરી દળોની રજા રદ આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ
May 07, 2025 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech