માધવપુરના વેપારીના ચેક રીટર્નમાં સુરતના વેપારીને છ મહિનાની જેલની સજા અને ચેક કરતા બમણી રકમ ચુકવવા આદેશ થયો છે.
હાલ સમગ્ર ગુજરાતમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ નીચેની એટલે કે ચેકો પાછા ફરવાની મોટા પ્રમાણમાં ફરિયાદો થઇ રહેલ છે અને તેથી જ ગુજરાત હાઇકોર્ટે મોટા શહેરોમાં સ્પેશ્યલ નેગોશીએબલની કોર્ટો શરુ કરેલ છે કે જ્યાં એકલા ચેકો પાછા ફર્યાના જ કેસો ચાલે અને તે રીતે માધવપુરના વેપારી ભાવેશ કકકડ દ્વારા સુરતના ફાયનાન્સનો ધંધો કરતા ભાવેશ ડુંગરશીભાઇ જાજડીયા કે જે સુરતમાં ભાગ્યલક્ષ્મી ફાયનાન્સ ના નામે મોટો ફાયનાન્સનો ધંધો કરતા હોય અને ફરિયાદીને પણ સુરતમાં દુકાન તથા ફલેટ આવેલા હોય અને તેના કારણે આરોપીની સાથે મિત્રતાની ઓળખાણ થયેલી હોય અને અવારનવાર મળવાનું થતુ હોય અને ત્યારબાદ આરોપીએ પોતે અંબાજી પાસે મોરીયા ગામ પાસે પેટ્રોલપંપ બનાવતા હોય અને પોતાના પૈસા ફાયનાન્સમાં રોકાઇ ગયેલા હોય તેથી મિત્ર દાવે મદદ કરવા માટે પૈસાની માંગતા કરતા કટકે-કટકે ફરીયાદીએ આરોપીને ા. ૧૯,૦૦,૦૦૦ અંકે પિયા ઓગણીસલાખ પૂરા આપેલા હતા અને તે રકમ પરત કરવા માટે આરોપીએ ફરીયાદીના નામનો ચેક આપેલો હોય અને તે ચેક પાછો ફરતા ફરીયાદીએ પોરબંદરની કોર્ટમાં તેના એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે આરોપીની સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરેલી હતી અને તે ફરીયાદ ચાલી જતા અને ફરીયાદી તરફે આપેલી જુબાની તથા બેંક મેનેજરને સાક્ષી તરીકે તપાસેલા હોય અને સમગ્ર કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ દ્વારા આ સંબંધે સુપ્રીમકોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના અલગ-અલગ ચુકાદાઓ રજુ કરતા અને તે સંબંધેની વિગતવાર દલીલ કરતા પોરબંદરના એડીશ્નલ સિવિલ જજ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ચાવડા દ્વારા રેકર્ડ ઉપરના પુરાવા તથા કાયદાકીય જોગવાઇઓ અને એડવોકેટની દલીલો ધ્યાને લઇ આરોપી ભાવેશ જાજડીયાને ડબલ રકમ ચુકવવાનો એટલે કે ા.૩૮,૦૦,૦૦૦ અંકે પિયા આડત્રીસ લાખ ચુકવવાનો તથા છ મહિનાની કેદનો હુકમ કરેલ છે અને તે રીતે ચેક પાછો ફર્યાના કેસોમાં જો રેકર્ડ ઉપર કાયદેસરનું લેણુ પુરવાર કરવામાં આવે તો ચેક આપનારને સજા થઇ શકે છે તેવું આ ચુકાદાથી પ્રસ્થાપિત થયેલ છે.
આ કામમાં ફરીયાદી વતી પોરબંદરના એડવોકેટ દીપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડીયા, ચાંદની મદલાણી અને ભાવના પારધી રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMજામનગર: સગીરા પર દુસ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને 20 વર્ષની સજા
May 16, 2025 06:06 PMરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech