મારી નાખવાની ધમકી
ઓખા મંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા માયાભા ગગાભા કુંભાણી નામના 33 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમની સાથે ગગાભા રાણાભા, વાઘાભા દેવુભા અને જીવણભા ગગાભા સાથે મળીને આરોપી કિશનભા ઉર્ફે અનિલભાના ઘર પાસે આવેલા ફરિયાદી માયાભા ગગાભાના ખુલ્લા પ્લોટ (વાડા)માં બાવળના ઝાખરા કાપીને વાડ કરતા હતા.
ત્યારે આ બાબતે બોલાચાલી કરી હઠીયાભા જીવણભા, દીપુભા જીવણભા, રાજુભા હઠીયાભા, કિશનભા ઉર્ફે અનિલ ઓઘડભા, ભરતભા ઓઘડભા, શોભનાબેન અનિલભા, સીમાબેન દીપુભા, જશુબેન રાજુભા હઠીયાભા, સંતોકબેન ભરતભા અને ભીખુભા પોલાભા કારા નામના 10 શખ્સોએ સાથે મળી, બિભત્સ ગાળો કાઢી, ધારીયા તેમજ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
આ બઘડાટીમાં ફરિયાદી તેમજ સાહેદોને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ રીતે 10 આરોપીઓએ સાથે મળી, ઈજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માયાભા ગગાભા કુંભાણી દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
પુત્ર સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી, પિતા પર હુમલો: નગડીયા ગામનો બનાવ
કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે રહેતા હરભમભાઈ નાથાભાઈ અમર નામના 55 વર્ષના મેર આધેડ પર ડાંગરવડ ગામના સામત ખીમાભાઈ અમર અને રૂપીબેન ભીમાભાઈ અમર નામના બે વ્યક્તિઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, કુહાડા તેમજ લાકડી વડે હુમલો કરીને પણ માર મારી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી હરભમભાઈના પુત્ર સાથે આરોપી સામતને અગાઉ બોલાચાલી થઈ હતી. તેનું મનદુઃખ રાખીને ઉપરોક્ત બન્યો હોવાનો પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે બંને સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech