અપકમિંગ ક્રાઈમ-થ્રિલર ફિલ્મનું ટ્રેલર રિલીઝ
કરીના કપૂર ખાન અપકમિંગ ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ને લઇને સતત ચર્ચામાં બની રહે છે. આ ફિલ્મમાં બેબો એક નવા અવતારમાં જોવા મળશે. ટીઝર પછી મેકર્સ ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટ્રેલર રિલીઝ કર્યું છે.
કરીના કપૂર સ્ટારર ‘ધ બકિંગહામ મર્ડર્સ’ મુવીની જ્યારથી ઘોષણા થઇ છે ત્યારથી આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. જો કે આ મર્ડર મિસ્ટ્રીનાં રિલીઝનાં કેટલાંક દિવસ બાકી છે ત્યાં મેકર્સે આ મુવીનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ફેન્સ લાંબા સમયથી આ મુવીનાં ટ્રેલરની રાહ જોઇ રહ્યાં હતા. કરીના કપૂરની આ ફિલ્મને લઇને ફેન્સ ખૂબ ઉત્સુક છે. આ ફિલ્મમાં કરીના નેવર સીન બિફોરનાં અવતારમાં જોવા મળશે.
થોડાં દિવસો પહેલાં ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતુ. આ ટીઝરને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. જો કે હવે ફિલ્મનું ટ્રેલર આઉટ થઇ ગયુ છે. ટ્રેલરની શરૂઆત એક છોકરાની સાથે જે એક મર્ડરનો સસ્પેક્ટ નંબર 1 છે. આ છોકરાને પોલીસ પકડે છે અને કરીના સવાલ કરે છે કે એ 15 નવેમ્બરની રાત્રે ક્યાં હતો? ત્યારબાદ બીજા સસ્પેક્ટ્સનાં મર્ડરની રાતને લઇને સવાલ કરે છે.
કરીના કપૂર ખાન સ્ક્રીન પર એક સખત પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. કરીનાએ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષનાં સકસેસફૂલ કરિયર પછી આ ફિલ્મની સાથે પ્રોડ્યુસરનાં રૂપમાં એક નવી યાત્રા શરૂ કરી છે. વીર દે વેડિંગ અને ક્રૂ પછી એક્ટ્રેસ એકતા કપૂરની સાથે કામ કરી રહી છે, જે કોર્મશિયલ હિટ ફિલ્મો માટે ફેમસ છે. આ વખતે એકતા કપૂર ફૂલ સસ્પેન્સ થ્રિલર ફિલ્મને સપોર્ટ આપી રહી છે. ફિલ્મનું ડાયરેક્શન એવોર્ડ વિનિંગ અને ફેમસ ડાયરેક્ટર હંસલ મહેતાએ કર્યું છે. જેમનાં વેબ શો શાહિદ, સિટી લાઇટ્સ, સ્કેમ 1992 અને સ્કૂપ માટે પસંદ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech