આ કેસની હકીકત એવી છે કે, જામનગર ખાતે જગદીશભાઈ રામોલીયા દ્વારા જામનગર સીટી 'એ' ડીવી. પો.સ્ટે. માં એવી ફરીયાદ જાહેર કરવામાં આવેલ કે, જામનગર રેવન્યુ સર્વે નં : ૧૨૦૬ વાળી રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલ પ્લોટ નં : ૪/૧માં તેઓ રહેતા હતા અને ધર્મેશ રાણપરીયા પ્લોટ નં : ૨ અને ૩ માં વસવાટ કરતા હતા.
તે દરમ્યાન મયુર ટાઉનશીપમાં કોમન પ્લોટમાં ફરતે પોતાનાં અંગત ઉપયોગમાં કમ્પાઉન્ડ વોલ કરી અંદર મકાન શેડ, શૌચાલય, બાથરૂમ બનાવી નાખી અને કોમન પ્લોટ ફરતે વોલ તથા ગેઈટ નાખી સીસીટીવી કેમેરા લગાડી જગ્યામાં દબાણ કરવામાં આવતા ફરીયાદી તથા અન્ય લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા આરોપી કુખ્યાત ગુનેગાર જયેશ પટેલનાં સગા ભાઈ હોવાનું જણાવી અપશબ્દો બોલી ડર બતાવી ફરીયાદીને ખુબજ હેરાન પરેશાન કરી ફરીયાદીને પોતાનુ મકાન વેંચવા સુધી મજબુર કરી ત્યારબાદ કરોડો રૂપીયાના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કર્યા અંગેની ફરીયાદ કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં મધ્યરાત્રીના સમયે વાજડી સાથે વરસાદ
May 06, 2025 10:16 AMટી-20 અને વનડેમાં ભારતનો દબદબો યથાવત
May 06, 2025 10:12 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech