ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં યુવાનના મોતની ઘટનાને લઇ ચકચાર મચી હતી. ગતરાત્રે એક ૨૩ વર્ષના યુવકનું શંકાસ્પદ હાલતે મોત નીપજ્યું હતું. જ્યારે પોલીસ સૂત્રો પાસેથી યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોય તેવું જાણવા મળ્યું હતું. જોકે બિજી તરફ યુવકની હત્યાની આશંકા સેવાઈ રહી છે.
આ બનાવઅંગે જાણવા મળતી માહિતી અનુસાર મહુવા શહેરમાં દેવીપૂજકવાસમાં રહેતા દીપકભાઈ ઉર્ફે અમરભાઈ હરેશભાઈ ઢાપા (ઉંમર વર્ષ ૨૩)નું શંકાસ્પદ રીતે પોતાના ઘરે મોત નીપજ્યું હતું. જ્યારે મહુવા પોલીસે હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોય તેમ જણાવ્યું હતું. પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત મુજબ દીપકભાઈના પપ્પા હરેશભાઈ અને મમ્મી વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલીની થતી હોય ત્યારે દીપકભાઈએ તેમના પપ્પાને બોલાચાલી ન કરવા તેવું જણાવ્યું હતું. અને તમે બોલાચાલી કરશો તો હવે હું ઘરેથી ચાલ્યો જાઉં છું તેમ કહી ઘરની બહાર જતા ઘરની બહાર આવેલ ચોકડીમાં દીપકભાઈને હાર્ટ એટેક આવતાં પડી જતા ચોકડીમાં પડેલ છરી દિપકભાઈને છાતીના ભાગે વાગી જતા સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે તાત્કાલિક દીપકભાઈને મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબે દિપકભાઈ ને મૃત જાહેર કર્યા હતા. જે બનાવ સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મોત અંગે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech