પોરબંદરમાં શહેર મઘ્યે આવેલા ખીજડીપ્લોટના મહારાણા નટવરસિંહજી ઉદ્યાન ખાતે બનાવવામાં આવેલ કમળ તલાવડી કાદવ-કીચડથી છલકાઇ ગઇ છે અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તે માટે રજુઆત થઇ છે.
પોરબંદરની બર્ડ ક્ધઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઇ ઘાણીએ જણાવ્યુ છે કે કરોડો પિયાના ખર્ચે પોરબંદરના ખીજડીપ્લોટમાં મહારાણા નટવરસિંહજી ઉદ્યાન બનાવવામાં આવ્યો છે અને આ બગીચામાં મુખ્ય દરવાજા પાસે જ કમળ તલાવડી બનાવવામાં આવી હતી. જેમાં શઆતના તબક્કે અનેક કમળ ખીલતા હતા પરંતુ તંત્ર દ્વારા જાળવણી કરવામાં આવી નહી હોવાથી આ કમળ તલાવડીમાં હવે દોઢ-બે ફૂટ જેટલો કાદવ-કીચડ જમા થઇ ગયો છે અને કમળનું તો નામો નિશાન જોવા મળતુ નથી. તેમણે વધુમાં જણાવ્યુ છે કે પાણી પણ સુકાઇ ગયુ છે અને કાદવમાં કેનાનું વાવેતર કરવામાં આવ્યુ છે અને અંદર મચ્છર સહિત ઝેરી જીવજંતુઓનો ત્રાસ વધવા પામ્યો છે માટે મહાનગરપાલિકાના તંત્રએ કમલ તલાવડીને પુન: સજીવન કરવી જરી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMજાખર પાટીયા પાસે ટેન્કરમાંથી ૨૦ લીટર ડીઝલ કાઢી લીધુ
May 12, 2025 05:44 PMજામનગર જિલ્લામાં બે દિવસ ચીજવસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
May 12, 2025 05:36 PMહાલારમાં ૫૪ વર્ષ પછી બ્લેકઆઉટ: લોકોએ ઉચાટ સાથે રાત વિતાવી
May 12, 2025 05:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech