પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુકિતની માંગને કારણે પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે. સેંકડો સમર્થકો ઈસ્લામાબાદમાં ઘૂસી ગયા છે અને હિંસા કરી છે. શ્રીનગર હાઈવે પર દેખાવકારોએ સુરક્ષા રેન્જર્સને વાહનોથી કચડી નાખ્યા, પરિણામે ચાર પેરાટ્રૂપર્સના મોત થયા. મળતી માહિતી મુજબ, આ હિંસામાં અત્યાર સુધીમાં ૬ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે અને ૧૦૦થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કલમ ૨૪૫ હેઠળ સેનાને બોલાવવામાં આવી છે અને જોતાં જ ગોળીબાર કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ખૈબર પખ્તુનખ્વાથી પ્રદર્શનકારીઓ ડી–ચોક તરફ આગળ વધી રહ્યા છે જે રાષ્ટ્ર્રપતિ ભવન, વડાપ્રધાન કાર્યાલય અને સંસદ જેવી મોટી ઇમારતો પાસે છે. દેખાવકારોએ ભારે મશીનરીની મદદથી શિપિંગ કન્ટેનર અને બેરિકેડ હટાવ્યા હતા. ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી અને મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરના નેતૃત્વમાં કૂચ ચાલુ છે. વિરોધીઓ શાંતિપૂર્ણ વિરોધનો દાવો કરી રહ્યા છે, પરંતુ હિંસા વધી રહી છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઇસ્લામાબાદમાં તૈનાત કોન્સ્ટેબલ મુહમ્મદ મુબશીર બિલાલ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમની ફરજો નિભાવતી વખતે બદમાશો દ્રારા હિંસા ને કારણે ઘાયલ થયા હતા. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરગોધા પોલીસનો અન્ય એક કોન્સ્ટેબલ બદમાશોના ગોળીબારને કારણે ઘાયલ થયો છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે.
પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં ડઝનબધં પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પીએમ શાહબાઝ શરીફે આ હિંસક ઘટનાઓની નિંદા કરી છે અને દોષિતોને સજા આપવાનો આદેશ આપ્યો છે. ગૃહમંત્રીએ એવી પણ ચેતવણી આપી હતી કે હિંસક દેખાવકારોને ન્યાય આપવામાં આવશે.
ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીએ સમર્થકોને રાજધાની પહોંચીને પોતાનો વિરોધ ચાલુ રાખવાની અપીલ કરી છે. તેણે તેને માત્ર ઈમરાન ખાનની મુકિતનો મુદ્દો જ નહીં પરંતુ દેશ અને તેના નેતૃત્વની લડાઈ ગણાવી. તેમનું કહેવું છે કે યાં સુધી ઈમરાન ખાન મુકત નહીં થાય ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે.
દેશભરમાં ફેલાયેલી અશાંતિના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકાર માટે મોટો પડકાર બની ગયો છે. પ્રદર્શનકારીઓના હિંસક વલણ અને સુરક્ષા દળોની કડકાઈના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. પાકિસ્તાન હાલમાં તેના રાજકીય અને સામાજિક ઇતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
આ હિંસા અને અશાંતિ પાકિસ્તાનની છબી પર નકારાત્મક અસર કરી રહી છે. ઈમરાન ખાનના નેતૃત્વમાં આ વિરોધ દેશની સ્થિરતા અને સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરે છે અને ઈમરાન ખાનના સમર્થકો તેમના ઉદ્દેશ્યો હાંસલ કરી શકશે કે કેમ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech