ગુજરાતના વહીવટી તત્રં અને પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફારો તોળાઇ રહ્યાં છે. રાયના આઇએએસ અને આઇપીએસ કેડરમાં પ્રમોશન સાથે બદલીઓ આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખાલી પડેલી જગ્યાએ નવી નિયુકિત કરવા તેમજ ત્રણ વર્ષથી વધુ સમય થઇ ગયો છે તેવા અધિકારીઓને બદલવા યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભારતના ચૂંટણી પંચે એવો આદેશ કરેલો છે કે જે અધિકારીને એક જ જગ્યાએ ત્રણ વર્ષ કે તેથી વધુ સમય થયો છે તેમની ફરજિયાત બદલી કરવાની રહેશે. રાય સરકાર બદલીની સત્તા ચૂંટણી પંચને આપવા માગતી નથી. ૧લી ફેબ્રુઆરીએ બજેટ સત્ર શ થવાનું છે ત્યારે સત્ર દરમ્યાન અને ત્યારપછી રાયના વહીવટી તંત્રમાં મોટા ફેરફારો આવી રહ્યાં છે.
આંતરિક વર્તુળો જણાવે છે કે ૧૨૦થી વધુ અધિકારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં સચિવાલયના વિભાગો, જિલ્લા કલેકટર, ડીડીઓ અને બોર્ડ–નિગમના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે રાયના આઠ મહાનગરોમાં પણ મ્યુનિસિપલ કમિશનરોની બદલી સંભવ છે. આ ફેરફારો સામૂહિક રીતે નહીં પણ ટુકડે ટુકડે કરવામાં આવશે. મહત્વનું છે કે ચૂંટણી સાથે સંકળાયેલા ગુજરાતના વિવિધ કેડરના મહેસૂલ અને પંચાયતના અધિકારી–કર્મચારીઓને ચૂંટણી પચં ડેપ્યુટેશન પર લઇ જશે તેથી તેની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.
બીજીતરફ પોલીસ વિભાગમાં પણ આઇપીએસ અધિકારીઓની ફેરબદલ થવાની સંભાવા તેજ બની છે. સામાન્ય રીતે કોઇપણ ચૂંટણીમાં પોલીસની કામગીરીનો પ્રભાવ જોવા મળતો હોય છે. જિલ્લાના પોલીસ વડા થી ઉચ્ચ અધિકારી સુધી તેની અસર થતી હોય છે. સરકારને વફાદાર એવા ઉચ્ચ અધિકારીઓને પ્રાઇમ પોસ્ટીંગ આપવામાં આવી શકે છે. પોલીસ વિભાગમાં પણ પ્રમોશન સાથે ૧૦૦થી વધુ આઇપીએસ અધિકારીઓની બદલીઓ આવી શકે છે. એ ઉપરાંત જિલ્લાઓમાં ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇની બદલીઓ પણ તોળાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech