ગઇકાલે બપોર બાદ ઉપલેટા પંથકમાં ૧૦૦ કલાક અંતર્ગત ગૃહ રાજય મંત્રીન બુલડોઝર ગુંજયા હતાં તેમા પડવલા અને મેરવદર સહિત ગામોમાં માથાભારે શખસોના મકાનો ઉ૫ર પોલીસે બુલડોઝર ફેરવી દીધા હતાં. ભાયાવદર ઇનચાર્જ પીઆઇ બી.આર.પટેલ, ટીડીઓ જેઠવા માર્ગ મકાન વિભાગ દ્રારા પડવલા અને મેરવદર ગામે તેમજ મામલતદાર નીખિલ મહેતાએ ખીરસરા ગામે ખેતી વિષયક જમીન ઉ૫ર બુલડોઝર ફેરવ્યું હતું. બન્ને કેસોમાં ૯૦ લાખ કરતા વધુ કિંમતની જમીન ખાલી કરાવી મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
પડવલા ગામના માથાભારે અને પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા મામ અનવરભાઇ સુમરાના કબજા ભોગવટાવાળુ માખીયાળા રોડ ઉપર આવેલ પાકુ મકાન ગેરકાયદેસર માલુમ પડતા તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુું હતું. જયારે મામલતદાર નિખિ મહેતા અને તેમની ટીમ દ્રારા ખીરસરા ગામે ખેતી વિષય ઉપર દબાણ કરનાર અન્ય દબાણકર્તા મહેશ શાંતિભાઇ ઘેટીયા, મેહત્પલ સામતભાઇ સિંધલ, હસમુખભાઇ લખમણભાઇ ઘેટીયા, મનિષાબેન રતિલાલ ઘેટીયાના કબજા ભોગવટાવાળા ખેતી જમીનના ઉભા પાકમાં બુલડોઝર ફેરવી જમીન ખાલી કરાવાઇ હતી. ૧૩૦૯૪ ચોરસ મીટર અંદાજીત કિંમત ૫૫ લાખની જમીન ખાલી કરાવાઇ હતી. જયારે પડવલા ગામે રહેણાક હેતુ માટેનું ત્રણ હજાર ચોરસ ફત્પટમાં બાંધવામાં આવેલ પાકુ મકાન જેની કિંમત ૩૫ લાખ રૂપીયાની જમીન છુટ્ટી કરાઇ હતી. આમ ગઇકાલે ત્રણ ઓપરેશનમાં ૯૦ લાખ કરતા વધુ કિંમતની જમીન ખાલી કરાવી વહીવટી તંત્રએ પોતાનો આક્રમક મુડ બતાવી માથાભારે શખસોને સંદેશો આપી દીધો હતો.
મેરવદર ગામના સરપચં મનસુખભાઈ કથીરીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી અગાઉ ગામમાં દેશી–વિદેશી દારૂનું વેચાણ કરવું તેમજ મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા પિતા–પુત્ર ઉકા હમીર બઢ જાતે રબારી તથા તેનો પુત્ર હાદિર્ક ઉકા બઢના મેરવદર ગામમાં તણસવા રોડ પર આવેલ દુકાન ૧૦૦ વારીયા પ્લોટમાં ગેરકાયદેસર બાંધેલ મકાન તેમજ તેના કબજા ભોગવટાવાળુ અન્ય એક પ્લોટ મકાન પર બુલડોઝર ફરી વળતા અસામાજીક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ કામગીરીમાં ઉપલેટાના મામલતદાર નીખીલ મેહતા, પીઆઈ બી.આર.પટેલ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, ભાયાવદર પોલીસની ટીમ અને પીજીવીસીએલના અધિકારીઓ જોડાયા હતા. આગામી દિવસોમાં ગુનેગારોએ આકરા પગલાની તૈયારી રાખવી પડે તો નવાઈ નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech