રાજકોટ સાળાના પુત્રના લગ્નમાં આવેલ જૂનાગઢ મહાપાલિકાના નિવૃત્ત અધિકારીના ર.૪૫ લાખના સોનાના ઘરેણા કોઈ ગઠિયો લગ્નસરામાં મોકો જોઈ બોકસમાંથી સેરવી ગયો હોવાની રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઘરેણા ચોરી થયાની વાત સાંભળીને વૃધ્ધના પત્ની બેશુધ્ધ બની ગયા હતા. પોલીસે સીસીટીવી અને લગ્નમાં આવેલા વ્યકિતઓ પૈકીનાઓની પૂછપરછ સાથે તસ્કરની શોધ આરંભી છે. કોઈ જાણભેદુ હોવાની શંકા પોલીસે સેવી છે.
જૂનાગઢમાં મ્યુનિસિપલ કોર્પેારેશન સામેની ગલીમાં રહેતાં ચેતનભાઈ હિંમતલાલ ભટ્ટ (ઉ.વ.૬૦) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં બાંધકામ શાખામાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતાં હતાં અને ગત એપ્રિલ માસમાં તેઓ નિવૃત થયાં છે. તેઓ પત્ની અને પુત્રી સાથે રહે છે. ગઈ તા.૧૦ ના રાજકોટમાં રૈયારોડ પર ધ્રુવનગર શેરી નં.૧ માં રહેતાં તેમના સાળા શૈલેષભાઇ નાથાભાઇ જાનીના પુત્રના લગ્ન હોય જેથી તેઓ પત્ની અને પુત્રી સાથે આવ્યાં હતાં. સાથે–સાથે પ્રશંગમાં પહેરવા માટે તેઓ પોતાના કિંમતી .૨.૪૫ લાખના સોનાના દાગીના સાથે લાવ્યાં હતાં.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ તેમના સાળાના ઘરે પહોંચ્યા બાદ તેઓએ ત્યાં મમાં સોનાના દાગીના ભરેલ થેલો રાખ્યો હતો. જે બાદ રાતના ૧૦ વાગ્યાની આસપાસ તે તેમની પુત્રી અને પત્ની સાથે બાપાસીતારામ ચોક નજીક બાબુભાઇ વૈધ લાઈબ્રેરીની બાજુમાં રહેતાં તેમના બહેનના ઘરે સુવા માટે દાગીના ભરેલ થેલો લઈ ગયાં હતાં. બાદમાં બીજા દિવસે ફરિયાદી પોતાની કાર લઈ લ સ્થળ પર પહોંચ્યા હતાં અને તેમના પત્ની અને પુત્રીએ તૈયાર થઈ ઘરેણાં પહેરવા માટે થેલો ચેક કરતાં દાગીના ભરેલ બોકસ ખાલી હતું. જે બાદ પત્નીએ તેમને ફોન કરી દાગીના ઠેલામાં નથી તેવી જાણ કરતાં બંને જગ્યાએ તપાસ હાથ ધરી હતી. પરંતુ દાગીનાનો કોઈ પત્તો ના લાગતાં તેમના .૨.૪૫ લાખના દાગીનાની ચોરી થયાની જાણ થઈ હતી.
દરમિયાન ચોરીના બનાવની જાણ થતાં ફરિયાદીના પત્ની બેભાન થઈ ગયાં હતાં. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પીએસઆઈ એસ.એલ.ગોહિલ અને ટીમે સીસીટીવી ફટેજના તપાસ હાથ ધરી હતી. તેમજ પ્રશંગમાં હાજર મહેમાનોની પણ પૂછપરછ હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech