પોરબંદર રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે રઝડતા પશુઓને કારણે અકસ્માતના પ્રમાણ વધ્યા હોવાથી પશુઓને ગળામાં રેડિયમ રીફલેકટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર જીલ્લામાં આવેલા રાજકોટ,સોમનાથ તથા દ્વારકા નેશનલ હાઈવે પર ગાય,બળદ,આખલા ટોળા રૂપે બેઠા હોય છે અથવા હાઈવે પરથી પસાર થતા હોય છે ત્યારે વાહનચાલકો રાત્રી દરમ્યાન અંધારામાં પશુધનને જોઈ ન શકવાના કારણે અકસ્માતો થાય છે. હાઈવે પર પશુધનને કારણે થતા અકસ્માતો પર નિયંત્રણ લાવવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી. તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ દ્વારા ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણ તથા તેમની ટીમને કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હતી. જે સૂચના અનુસાર પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર પોરબંદર ટ્રાફિક પોલીસ તથા સેવા સાથી ગ્રુપ રાણા વડવાળાના સંયુક્ત ઉપક્રમે પશુધનને રિફલેકટીવ રેડીયમ પટ્ટા લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે અને આ ઝુંબેશ આગામી દિવસોમાં અલગ અલગ હાઈવે પર ચાલુ રાખવામાં આવનાર છે, આમછતાં વાહનચાલકોએ દરેક હાઈવે પર પોતાના વાહનો ગતિ મર્યાદામાં ચલાવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોરબદર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે.આ કામગીરી ટ્રાફિક શાખા પોરબંદરના પી.એસ.આઈ.કે.બી.ચૌહાણ તથા એ.એસ.આઈ.હિતેષભાઈ ગોહેલ તથા ડ્રા.મયુરભાઈ બાલશ તથા ટી.આર.બી.કુલદિપભાઈ સરવૈયા તેમજ સેવા સાથી ગ્રુપ રાણા વડવાળાના સદસ્યો પ્રશાંત કુબાવત, નિલેશ મોકરીયા,ગીગાભાઈ ઓડેદરા,સાગર કુબાવત,વિજય ઓડેદરા,યોગેશ લખધીર દ્રારા કરવામાં આવેલ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech